મહિલા ITI થલતેજ -મેમનગર ખાતે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી
સરકારી મહિલા આઇટીઆઇ થલતેજ (મેમનગર) ખાતે કોમ્પ્યુટર, ડ્રેસ મેકિંગ, બ્યુટી પાર્લર, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ના વિવિધ પ્રકારના કોર્સ ચાલે છે. જેમા પ્રવેશ સત્ર વર્ષ ૨૦૨૨-૨૩ માટે પ્રવેશ પ્રક્રિયા શરું કરવામાં આવી છે.
જેમા કોઈ વયમર્યાદા નથી, તેમ જ ટ્યુશન ફી પણ નથી. વધુ માહિતી માટે નીચે જણાવેલા ફોન નંબર:-૦૭૯-૨૭૪૫૦૫૩૩ પર સંપર્ક કરી શકાશે એમ મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રી ની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
બાવળા આઈટીઆઈમાં પ્રવેશ પ્રકિયા હાથ ધરાશે
અમદાવાદ જીલ્લામાં આવેલી ઔધોગિક તાલીમ સંસ્થા બાવળામાં પ્રવેશ મેળવવા ઇચ્છુકો માટે પાચમાં રાઉન્ડનું આયોજન તા. ૦૫ થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે. ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરીને મૂળ રાજ્ય કક્ષાના નોન એકીની ખાલી જગ્યાઓમાં પ્રવેશ મેળવી શકાશે. જે તે દિવસે ફોર્મ ભરીને સાંજે મેરીટ પ્રસિદ્ધ કરીને તે પ્રમાણે દૈનિક ધોરણે પ્રવેશ આપવામાં આવશે. જેથી ઈચ્છુક હોય તેમણે પ્રવેશ અંગેના પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.