દારૂના અડ્ડા બંધ કરાવવા ખેડબ્રહ્માની બહેનોએ આવેદનપત્ર આપ્યું
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા શહેરના કોલેજ નજીક આવેલ ઈન્દિરાનગર માં રહેતી મહિલાઓ દ્વારા ખેડબ્રહ્મા મામલતદાર શ્રી તથા પ્રાંત અધિકારીશ્રીને ઈન્દિરાનગર વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા આવેદનપત્ર આપવામાં આવેલ.
શહેરના ઇન્દિરા નગરમાં વિસ્તારમાં ખેડબ્રહ્માની એક કોલેજ એક પ્રાથમિક શાળા વગેરે આવેલ છે. આ વિસ્તારમાં નટ , વાઘરી, વસાવા તથા અન્ય સમાજના મજૂરી કરી જીવન ગુજારતા લોકો રહે છે આ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓને કારણે મજૂરી કરી જીવન ગુજારતા લોકોના જીવન બરબાદ થાય છે. યુવાન લોકો પણ મોતના ધકેલાય છે.
ઓછી ઉંમરના છોકરાઓ પણ દારૂના રવાડે ચડી ગયેલ છે તેવું આ બહેનો દ્વારા જણાવેલ છે તથા આ વિસ્તારમાં ચાલતા દારૂના વેપારીઓના નામ પણ આવેદન પત્રમા લખેલ છે. હવે તંત્ર શું કરે છે તે જાેવું રહ્યું.