Western Times News

Gujarati News

મેહરમ વગર હજ માટે જતી મહિલા યાત્રિકોને વધુ સારી સુવિધાઓ અપાશે

(એજન્સી)અમદાવાદ, ગુજરાત રાજય હજ સમીતીના અધ્યક્ષ ઈકબાલ સૈયદ અને સચીવ આઈ. એમ. ઘાંચી એક સંયુકત અખબારી યાદીમાં જણાવે છે. કે આગામી હજયાત્રા માટે હજ અરજીની પ્રક્રિયા હજ ર૦ર૪ની જાહેરાત સાથે જ શરૂ થઈ ગઈ છે. ભારત સરકારે ભારત અને સઉદી અરેબીયા બંનેમાં હજ યાત્રાળુઓને મહત્તમ સરળતા અને આરામ આપવા માટે સુધારાત્મક પગલાં લીધા છે.

ભારતના તમામ હજયાત્રીઓ માટે હજની સસ્તુ સુવિધાનજક અને સમાવેશી બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. મેહરમ વગર એડબલ્યુએમ કેટેગરી હેઠળ લગભગ ૪૦૦૦ જેટલી મહીલાઓએ હજ ર૦ર૩માં પવીત્ર હજયાત્રા કરી હતી. સરકાર લઘુમતી બાબતોના હજ ર૦ર૩માં પવીત્ર હજયાત્રા કરી હતી. સરકારના લઘુમતી બાબતોનાં મંત્રાલય દ્વારા એડબલ્યુએમ કેટેગરી હેઠળ, ૪પ વર્ષ કે તેથી વધુ વયની મુસ્લીમ મહીલાઓ માટે જાતે જ હજ કરવા ઈચ્છુક પ્રક્રિયાને સરળ બનાવી છે.

જેમાં લેડીઝ વિધાઉટ મેહરમ એલડબલ્યુએમાં કેટેગરી હેઠળ ળહજ કરવા ઈચ્છતી મહીલાઓને પ્રોત્સાહીત કરવા માટે ખાસ કરીને હજ ર૦ર૩ દરમ્યાન વિવિધ સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી. જેમ કે, એલડબલ્યુએમ કેટેગરી હેઠળ કોઈપણપ ભારતીય મુસ્લીમ મહીલા અરજી કરી શકે.

આવી મહીલાઓ માટે તેમની હવાઈ મુસાફરી માટે તેમની હવાઈ મુસાફરી દરમ્યાન મદદ કરવા માટે ફુલટાઈમમાં મહિલા ખાદીમ ઉલ હુજજાજ સાથે સમર્પીત ફલાઈટસ નિયુકત એમ્બર્કેશ પોઈન્ટસથી સંચાલીત કરવામાં આવેલ. માત્ર એડબલ્યુએમ કેટેગરીમાં હાજીઓને રહેવા માટે સમર્પીત બિલ્ડીંગ આપવામાં આવી હતી.

સમર્પીત મહીલા અધિકારી, હજ અધિકારીઓ હજ સહાયકો અને ખાદીમાં ઉલ હુજજાને આ મહિલા યાત્રાળુઓ અને તેમના સામાનની સુરક્ષા અને તેઓની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત આરોગ્ય અને સ્વચ્છતાના મુદ્દાઓનું ધ્યાન રાખવા માટે આ બિલ્ડીગસમા મહીલા ડોકટરો, નર્સો અને પેરામેડીકસ તૈનાત કરવામાં આવ્યા હતા. તેમજ જયાં જરૂર જણાય ત્યાં તેઓના રોકાણ દરમ્યાન પરીવહન માટે વિશેષ બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. હવે હજ ર૦ર૪ દરમ્યાન વધુ સારી સુવિધાઓ આપવામાં આવશે તેમ હજ કમીટી ઓફ ઈન્ડીયા, મુંબઈ દ્વારા જણાવવામાં આવ્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.