મહિલા અને સિનીયર સિટીઝનની સલામતી વ્યવસ્થાના આધુનિકરણ અને આયોજન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/IMG-20220713-WA0024-1024x682.jpg)
● મહિલા સુરક્ષા સેતુ અંતર્ગત વિવિધ પ્રકલ્પોના અમલીકરણ અંગે ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક.
● મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મહિલા અને સિનીયર સિટીઝનની સલામતી વ્યવસ્થાના આધુનિકરણ અને આયોજન પર કરાઈ ચર્ચા.
● ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક સહિતના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર.
મહિલા સુરક્ષા સેતુ અંતર્ગત મહિલાઓની સુરક્ષા, ઉત્થાન અને સશક્તિકરણ માટે વિવિધ પ્રકલ્પો ચલાવવામાં આવે છે.
આ દિશામાં ભવિષ્યમાં વધુ સારી રીતે પરિણામલક્ષી કાર્ય કરી શકાય તે હેતુથી રાજ્યના યુવા ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત દેશભરમાં સુરક્ષાના વિષયમાં સૌથી અગ્રેસર છે. ખાસ કરીને મહિલાઓ અને સિનિયર સિટિઝનની સલામતી બાબતે પોલીસ તંત્ર દ્વાર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.
મહિલા સુરક્ષા સેતુ અંતર્ગત મહિલાઓની સુરક્ષા, ઉત્થાન અને સશક્તિકરણ અંગે વિવિધ પ્રકલ્પો ચલાવવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભવિષ્યમાં વધુ સચોટ રીતે મહિલાઓ
અને સિનિયર સિટિઝનની સુરક્ષાની સાથે સંવેદનશીલતાથી તેમના સુરક્ષીત ભવિષ્ય અંગે કાર્ય થઈ શકે તે માટે ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓ સાથે આ બેઠક યોજાઈ હતી.
કેટલાક આયોજનો અને પ્રકલ્પોના સજેશન પર ચર્ચા બાદ ભવિષ્યમાં તેમના સુનિયોજીત અમલીકરણ માટે સરકાર સકારાત્મક છે અને મહિલા તેમજ સિનિયર સિટિઝનની સલામતી હંમેશા અગ્રસ્થાને રહેશે
તેવું શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. આ અંગે જરૂર જણાય તો નિતિ વિષયક નિર્ણયો પણ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.