મહિલાઓને જામ, અથાણા, મુરબ્બા બનાવવા તાલીમ આપવામાં આવશે
લાભાર્થીઓ આઇ-ખેડૂત પોર્ટલ – ikhedut.gujarat.gov.in પર ૩૧મી મે સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે
બાગાયતી ફળો અને શાકભાજીને લાંબા સમય સુધી પરીરક્ષીત કરી તેમા મુલ્ય વર્ધન કરી શકાય તે માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, અમદાવાદ દ્વારા જિલ્લાની મહિલાઓ માટે ફળ અને શાકભાજીમાંથી જામ, જેલી, કેચપ, માર્માલેન્ડ, નેકટર, અથાણા, મુરબ્બા, શરબત વિગેરે વાનગીઓ બનાવવાની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. Women will be trained to make jam, pickle, marmalade
રાજ્ય સરકાની ઉપરોક્ત સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માંગતા હોય તે મહિલાઓ માટે i-khedut portalમાં ઓનલાઇન અરજી કરવાનું ફરજીયાત છે. પોર્ટલ પરથી અરજી કરનાર મહિલા તાલીમાર્થીઓને પ્રતિદિન રૂપિયા ૨૫૦ લેખે વૃતિકા (સ્ટાઇપેંડ) આપવામાં આવશે
આ તાલીમ આપવા પાછળનો મહત્વનો હેતુ જરૂરીયાત મંદ મહિલાઓ પગભર બની શકે અને સ્વ રોજગારી રળી શકે તેવો છે, કેમ કે આજના ફાસ્ટફૂડના યુગમાં પણ ઉપરોક્ત ખાદ્ય વાનગીઓનું આકર્ષણ સ્વાદ રસીયાઓમાં જરાપણ ઓછુ થયું નથી. તો મહિલાઓ દ્વારા તાલીમ મેળવીને આ વ્યવસાય અપનાવવામાં આવે તો તેને રોજગારી મળી રહેશે. ત્યારે નાયબ બાગાયત નિયામકશ્રીના જણાવ્યા પ્રમાણે તાલીમનો સમયગાળો અંદાજે બે થી પાંચ દિવસની રહેશે.
આ તાલીમમાં સહભાગી થવા ઇચ્છતી ૧૮ થી ૬૦ વર્ષની વય ધરાવતી મહિલાઓએ આઇ-ખેડૂત પોર્ટલ પર વેબસાઇટ ikhedut.gujarat.gov.in ૫૨ આગામી તારીખ ૩૧મી મે સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન કરેલી અરજીની નકલ સાથે બેંક પાસબુકની ઝેરોક્ષ અથવા
રદ કરેલો ચેક, રેશનકાર્ડ અને આધારકાર્ડની નકલનું બિડાણ કરીને નાયબ બાગાયત નિયામકની કચેરી, બહુમાળી ભવન, પહેલો માળ,બ્લોક-સી, વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે જમા કરાવવાની રહેશે. આ પોર્ટલમાં અરજી કરનાર મહિલા તાલીમાથીઓને પ્રતિ કરી દિન રૂપિયા ૨૫૦ લેખે વૃતિકા(સ્ટાઇપેંડ) આપવામાં આવશે. તેમ નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે કચેરીનો સંપર્ક 079-26577316 પણ કરી શકો છો.