ઘરેલુ ગેસ સિલિન્ડર ૫૦ રૂપિયા મોંઘો થતા મહિલાઓના બજેટ ખોરવાશે
નવી દિલ્હી, એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઓઈલ કંપનીઓ તરફથી કમરતોડ વધારો કરવામાં આવ્યો છે. કંપનીઓએ ૬ જુલાઈની સવારે ઘરેલુ ગેસ સિલિન્ડર ૫૦ રૂપિયા મોંઘુ કરી દીધુ છે. આ સાથે જ દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત વધીને ૧૦૫૩ રૂપિયા પર પહોંચી ગઈ છે.
આ ઉપરાંત કોલકાતામાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત ૧૦૭૯, મુંબઈમાં ૧૦૫૨.૫૦ રૂપિયા અને ચેન્નાઈમાં ૧૦૬૮.૫૦ રૂપિયા થઈ ગઈ છે. ગુજરાતમાં ૧૪.૨ કિલો સિલિન્ડરના હવે ૧૦૫૦ રૂપિયા ચૂકવવા પડશે. એકબાજુ ઘરેલુ રાંધણ ગેસનો બાટલો મોંઘો થયો તો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે.Women’s budget will be disrupted as domestic gas cylinders become expensive by Rs 50
આ અગાઉ પણ એક જુલાઈના રોજ ઓઈલ કંપનીઓ તરફથી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૧૯૮ રૂપિયાનો મસમોટો ઘટાડો કરાયો હતો. ત્યારબાદ આશા સેવાઈ રહી હતી કે આવનારા સમયમમાં ઘરેલુ ગેસ સિલિન્ડર પણ સસ્તો થશે. પરંતુ હવે કંપનીઓએ કિંમત વધારીને જનતાને ઝટકો આપ્યો છે. ૧ જુલાઈના રોજ દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઘટીને ૨૦૨૧ રૂપિયા થયા હતા.
હવે આજે ૮.૫૦ રૂપિયાનો ફરીથી ઘટાડો થતા ભાવ ૨૦૧૨.૫૦ રૂપિયા થઈ ગયો છે. એ જ રીતે કોલકાતામાં ૧૯ કિલોનો કોમર્શિયલ સિલિન્ડર ૨૧૩૨ રૂપિયામાં મળશે. મુંબઈમાં ૧૯૭૨.૫૦ રૂપિયા અને ચેન્નાઈમાં ૨૧૭૭.૫૦ રૂપિયા ભાવ થઈ ગયો છે.
આ અગાઉ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લે ૧૯ મેના રોજ ફેરફાર થયો હતો. એક જુલાઈ પહેલા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પહેલી જૂનના રોજ ૧૩૫ રૂપિયાનો ઘટાડો કરાયો હતો. આ જ રીતે છેલ્લા ૩૫ દિવસ દરમિયાન કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૩૦૦ રૂપિયા કરતા પણ વધુનો ઘટાડો થયો છે.
(મે મહિનામાં સિલિન્ડરના ભાવ વધીને ૨૩૫૪ રૂપિયા થઈ ગયા હતા.) તાજેતરમાં સરકારે જનતાને મોંઘવારીમાંથી રાહત આપવા માટે ઉજ્જવલા યોજના હેઠળ ૨૦૦ રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબસિડી આપવાની જાહેરાત કરી હતી. આ સબસિડી વાર્ષિક ૧૨ સિલિન્ડર સુધી જ મળશે. સરકારના આ પગલાંથી ૯ કરોડથી વધુ ગ્રાહકોને ફાયદો થયો છે.SS1MS