Western Times News

Gujarati News

અમદાવાદની વુડસ્ટાર ઈન્ડીયાએ BoBને ૩૧ કરોડનો ચૂનો લગાવ્યો

નારણપુરાની વુડસ્ટાર ઈન્ડીયાએ લોન લઈ છેતરપીડી આચરી- લોન એકાઉન્ટ એનપીએ કર્યાના છ વર્ષે બેકે સીબીઆઈમાં ફરીયાદ કરી
(એજન્સી) અમદાવાદ, નારણપુરાના પવન પ્લાઝામાં મેસર્સ વૂડ સ્ટાર ઈન્ડીયા પ્રા.લીમીટેડ (Wood Star India Pvt. Ltd.) નામની કંપનીએ બેક ઓફ બરોડામાંથી  (BoB) લોન મેળવીને રૂા.૩૧.૮પ કરોડની (Rs. 31.85Cr Loan) છેતરપીંડી આચરી હોવાનો ગુનો નોંધી સીબીઆઈએ તપાસ હાથ ધરી છે. સીબીઆઈની ફરીયાદમાં આરોપીઓ તરીકે મેસર્સ વૂડ સ્ટાર ઈન્ડીયા કપની તેના ડીરેક્ટરો રોહિત બાબુભાઈ પટેલ (Rohit Babubhai Patel) અને દિપ્તી રોહિત પટેલને (Dipti Rohit Patel) દર્શાવવામાં આવ્યા છે. મેસર્સ વૂડ સ્ટાર ઈન્ડીયા નામની કંપનીએ બેેક ઓફ બરોડામાંથી તબક્કાવાર લોન મેળવીને લોનના હપ્તા નહીં ભરતા વર્ષ ર૦૧૪માં ખાતુ એનપીએ થઈ ગયુ હતુ. આમ, છતાં બેેકે સીબીઆઈમાં છ વર્ષ બાદ ફરીયાદ નોંધાવી હતી.

સીબીઆઈની ફરીયાદમાં એવો ઉલ્લેખ કરાયો છે કે મેસર્સ વૂડ સ્ટાર ઈન્ડીયા નામની કંપની રોહિત પટેલ અને દિપ્તી પટેલની હતી. આ કંપની વર્ષ ર૦૦૧માં બનાવી હતી. કંપનીન કામ લાકડાનુ ઉત્પાદન કરવાનુ અને કોતરણીવાળા લાકડા બનાવીને તેનુ વેચાણ કરવાનુ હતુ.

મેસર્સ વૂડ સ્ટાર ઈન્ડીયા પ્રા.લીમીટેડે બેક ઓફ બરોડામાંથી વર્ષ ર૦૦૮ થી ૪.૮પ કરોડની લોન લીધી હતી. આ પછી તબક્કાવાર લોન મેળવીને લોનના હપ્તા નહીં ભરતા કુલ ૩૧.૮પ કરોડ ચુકવવાના થતા હતા. મેસર્સ વૂડ સ્ટાર ઈન્ડીયા પ્રા.લીમીટેડ કંપની લોનના હપ્તા નહીં ભરતા વર્ષ ર૦૧૪માં ખાતુ અનપીએ કર્યા બાદ બેકીંગના કાયદા હઠળ કંપની સામે કાર્યવાહી કરી હતી.

આ પછી બેંકે વર્ષ ર૦૧૯માં આરબીઆઈને (RBI) મેસર્સ વૂડ સ્ટાર ઈન્ડીયા પ્રા.લીમીટેડનુ ખાતુ એનપીએ NPA થયાની જાણ કરી હતી. બાદમાંં બેકે  તપાસ  રીને સીબીઆઈ CBI માં મેસર્સ વૂડ સ્ટાર ઈન્ડીયા પ્રા.લીમીટેડ અને તેના ડીરેક્ટરો સામે બનાવટી દસ્તાવેજાે બનાવીને તેનો ઉપયોગ કરીને છેતરપીંડી આચરી હોવાની ફરીયાદ કરી હતી. સીબીઆઈએ બેક પાસેથી દસ્તાવેજાે મેળવીને ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.