વર્ક ફ્રોમ હોમ કરનારા ચેતી જજોઃ ઠગ ટોળકી સક્રિય
સુરતના નાનપુરામાં એમેઝોન ઈઝીસે સેલના નામે ઓફિસ ખોલી ટેલીકોલિંગથી લોકોના સંપર્ક કરાતો હતો : મુખ્ય સૂત્રધાર સહિત ૭ ઝડપાયા-ઘરબેઠા ડેટા એન્ટ્રીનું કામ આપ્યા બાદ ધમકાવીને નાણાં ૫ડાવતી ટોળકી ઝડપાઈ
સુરત, સુરત શહેર પીસીબી પોલીસે નાનપુરા ટીમલિયાવાડના ગાંધી પેલેસના પાંચમા માળે ચાલતા એમેઝોન ઈઝી સેલ
નામના સેન્ટરમાં છાપો મારી વર્ક ફ્રોમ હોમના નામે ઘર બેઠા રૂ. રપ થી ૩૦ હજાર કમાવવાની લાલચ આપી ગ્રાહકો પાસેથી રૃપિયા ખંખેરી લેતી ટોળકીના સાત સભ્યોને ઝડપી પાડી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
પોલીસ સત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પીસીબી પોલીસને બાતમી મળી હતી કે નાનપુરા ટીમલિયાવાડના ગાંધી પેલેસના પાંચમા માળે આવેલ એમેઝોન ઇઝી સેલ નામના કોલ સેન્ટરમાંથી વર્ક ફોમ હોમના નામે ગ્રાહકોને ટેલીકોલિંગ કરાવી ઘર બેઠા કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરી દર મહિને રૂ।. રપ થી ૩૦ હજાર કમાવાની લાલચ આપ્યા બાદ
તેમની પાસેથી એગ્રિમેન્ટ કરી રજિસ્ટ્રેશનના નામે રૃપિયા ૬૭૦૦ બેન્ક એકાઉન્ટમાં ભરાવવામાં આવતા હતા. તમે પાંચ દિવસમાં કામ પૂરું કર્યું નથી તેમ કહી તેઓને ઈ-મેઇલ કે વ્હોટ્સએપ મારફતે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે કેસ કરવાની નોટિસ આપી તેમની પાસેથી પેનલ્ટીના નામે જૃદાં-જૃદાં બેન્ક ખાતામાં ર્પિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી રહ્યા છે.
જે બાતમીના આધારે પીસીબી પોલીસે નાનપુરા ટીમલિયાવાડના ગાંધી પેલેસના પાંચમાં માળના એમેઝોન ઈઝી સેલ નામના કોલ સેન્ટરમાં છાપો મારી મુખ્ય સૂત્રધાર વીરેન નીતિન બારને અને રિકેશ અશોક પટેલ સહિત સાત આરોપીઓને ઝડપી પાડી કોલ સેન્ટરની ઓફિસમાંથી સાધનો કબજે કરાયા હતા.
લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઇલ ફોન સહિતનો ઇલેક્ટ્રોનિક્સ સાધન મળી રા. ૨.૫૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલા ચાર વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ અંગે અઠવા પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સમયસર કોમ પૂરુ તહી કર્યાના બહાને કેસ કરવાતી ધમકી આપતા હતા એમેઝોન ઈઝી સેલ જામનું કોલ સેન્ટર ચલાવી
લોકોને ઘરબેઠા મહિને રૂ।. ૨૫ થી ૩૦ હજાર કમાવવાની લાલચ આપી તેમની પાસેથી એગ્રિમેન્ટ અને પેનલ્ટીના નામે રૂપિયા પડાવી લેતી ટોળકી થોડાં દિવસો પહેલાં જ નાનપુરા ટીમલિયાવાડના ગાંધી પેલેસમાં કોલ સેન્ટર શરૂ કર્યું હતું.
આ કોલ સેન્ટરમાં યુવક-યુવતીઓને નોકરીમાં રાખી તેમના મારફતે શહેરીજનોને ટેલીકોલિંગ કરાવી વર્ક ક્રોમ હોમના નામે કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરવાનું એગ્રિમેન્ટ કરાવતા હતા. આ ટોળકીના જાસામાં આવેલ અનેક યુવક-યુવતીઓ ઘર બેઠા રૂપિયા કમાવવાની લાલચમાં તેમની સાથે રજિસ્ટ્રેશન ફી આપી જોડાયા બાદ ઠગ ટોળકી દ્વારા તેમને ઇન્ટ્રાટેક નામની કંપનીના ડેટા એન્ટ્રી કરવા માટે લિંક મોકલાવતા હતા.
જોકે એન્ટ્રી એટલી વધુ માત્રામાં આપતા કે યુવક યુવતીઓ નિયત પાંચ દિવસમાં તેમનું કામ પૂરું કરી શક્તા ન હતા. ત્યારબાદ આ ટોળકી આવા ગ્રાહકોને તમે એગ્રિમેન્ટ મુજબ પાંચ દિવસમાં ડેટા એન્ટ્રી _ કરી આપી નથી જેના કારણે નુક્સાન થયું છે.
તેમ કહી એમનામાં ડર ઊભો કરી કાયદેસરની કાર્યવાહી માટે ઇ-મેઇલ કે વ્હોટ્સએપ પર નોટિસ પાઠવી કેસ કરવાની ધમકી આપતા હતા. બાદમાં આ ટોળકી સમાધાન પેટે પેનલ્ટીના નામે તેમની પાસેથી જૃદાં-જૃદાં બેન્ક ખાતામાં
રૃપિયા ટ્રાન્સફર કરાવી લેતા હતા.
પકડાયેલા આરોપીઓ વિરેન નિતીનભાઇ (ઉ.વ ૨૯, રહે.સી/૬૧૭, હરીઓમનગર, જી એચ.બી. પાંડેસરા, સુરત શહેર મુળવતન- દેવકીનંદન સોસાયટી ઘર નં ૧૭, રાયગઢ મહારાષ્ટ્ર) રિકેશ અશોકભાઇ પટેલ (ઉ.વ ૩ર, ઘર નૅ બી/9૫, સાઇ પેલેસ, પોલીસ ચોકી નાકા, નાનપુરા, ટીમલીયાવાડ) નિખીલ નરસિમ્હા દાસરી (ઉ.વ વ/૨૧, રહેઘર નં.૯૭૦, ગલી નં ૧૪ માનદરવાજા, ખટોદરા, સુરત શહેર,
મુળવતન- મનચરીયાલ નારસમપેટ, જીમનચરીયાલ, તેલંગણા) સુરત શહેર મુળવતનઃ- સુરત) એહમદ રઝાઅલી રઝા જાતે ખાન (ઉ. વ.૨૦, તૌફીક મોહંમદ ઇકબાલ મલબારી (ઉ. વ/ર૩, રહે ફ્લેટ નં.૧૦૨, સાકીબ એપાર્ટમેન્ટ, સૈયદપુરા, લાલગેટ રહેઘર નં ૨૭/એ,ગોવિંદનગર, લીમ્બાયત, સુરત શહેર, મુળવતનઃ- નાંદેમયગામ, થાણા, પાંડા, જી કૌશામ્બી, ઉત્તરપ્રદેશ) ચોપડા, જી જળગાંવ, મહારાષ્ટ્ર) શાહપોર, સૈયદપુરા માર્કેટ, લાલગેટ, સુરત)
ભુષણ નિતીન પાટીલ (ઉ. વર૦, રહે.ઘર ન૩૫, રામીપાર્ક સોસાયટી, ડિંડોલી, સુરત શહેર, મુળવતનઃ- મામલદગામ ના સમીર અસ્લમ ઘાનીવાલા (ઉ.વ.૨૭, ધંધો કોલસેન્ટર સુપરવાઇઝર, રહે ફ્લેટ ન ૧૦૬, બાગે ફીઝા એપાર્ટમેન્ટ) ખાતે રહે છે.