Western Times News

Gujarati News

ભઠ્ઠામાં કામ કરતી વેળા ટ્રેકટરના ચાલકની શરતચૂકથી શ્રમજીવીનું મોત

પ્રતિકાત્મક

ભરૂચ જિલ્લામાં ત્રણ અલગ અલગ અકસ્માતની ઘટનામાં બે ના મોત

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લામાં અકસ્માતની ત્રણ ઘટનાઓ નોંધાવા પામી છે.જેમાં બે લોકોના મૃત્યુ નિપજ્યા છે.તો ઘટનાઓમાં એક ૧૯ વર્ષીય યુવાનનું કરુણ મોત નીપજ્યું છે.બનાવ સંદર્ભે જંબુસરની વેડચ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

તો બીજી તરફ અંકલેશ્વરમાં ટેમ્પો અને એસટી બસ વચ્ચે પણ અકસ્માતની ઘટના નોંધાવા પામી છે.તો ત્રીજી ધટના ભરૂચના શ્રવણ ચોકડી પાસે આવેલાં પેટ્રોલપંપ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી.જેમાં એક રાહદારી મહિલાને અજાણ્યા વાહને ટક્કર મારતાં તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના બનાવ સંદર્ભે પોલીસે તપાસ હાથધરી છે.

અકસ્માતના પ્રથમ બનાવમાં અંકલેશ્વર એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે.દેશના સુધી મોટા કેમિકલ ક્લસ્ટર હોવાના કારણે અહીં સેંકડો ઉદ્યોગો રાત દિવસ ધમધમે છે.જીઆઈડીસીના કારણે અહીં વાહનોની અવર-જ્વર પણ વધુ રહે છે.

જીઆઈડીસીના પ્રવેશદ્વાર સમાન વાલિયા ચોકડી વિસ્તારમાં ફ્લાયઓવર હોવા છતાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહે છે.આજે સવારે નેશનલ હાઈવે ૪૮ ઉપર વાલિયા ચોકડી નજીક એસ.ટી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માતની ઘટના નોંધાઈ હતી.

અંકલેશ્વર થી બેડવાણ તરફ જઈ રહેલી એસટી બસનો ટેમ્પો સાથે અકસ્માત સર્જાયો હતો. ફ્લાયઓવર નીચે ચાર રસ્તા ઉપર રોડ ક્રોસ કરતી વખતે બે વાહનો વચ્ચે ટક્કર થી હતી.જાેકે સદ્દનશીબે ઘટનામાં બસમાં સવાર તમામ મુસાફર સલામત રહ્યા હતા.બનાવની અંકલેશ્વર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તો બીજા બનાવમાં જંબુસર તાલુકાના ડાભા ગામમાં ઈંટોના ભઠ્ઠામાં અકસ્માતમાં ૧૯ વર્ષીય શ્રમજીવીનું મોત નીપજ્યું હતું. ભઠ્ઠામાં કામ કરતી વેળા ટ્રેકટરના ચાલકને સાગર બામણીયા નજીક હોવાનો અંદાજ ન રહેતા ટ્રેકટરના પૈડાં તળે કચડાઈ જવાથી ૧૯ વર્ષીય સાગર હિંમત બામણીયાનુ મૃત્યુ થયું હતું. મૃતદેહને પીએમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનવની વેડચ પોલીસે ઘટનાની કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

તો અકસ્માતના ત્રીજા બનાવમાં ભરૂચની શ્રવણ ચોકડી નજીક આવેલાં પેટ્રોલપંપ પાસે એક મહિલા પસાર થઈ રહી હતી.ત્યારે અજાણ્યા વાહન ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી મહિલાને અડફેટમાં લઈ ફરાર થી ગયો હતો.હિટ એન્ડ રણની આ ઘટનામાં ઈજાગ્રસ્ત મહિલાનું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું.એક્સિડન્ટ ઝોન તરીકે બદનામ આ માર્ગ ઉપર અકસ્માતમાં મૃત્યુની વધુ એક ઘટનાથી લોકો ભેગા થઈ ગયા હતા.

ભરૂચ જિલ્લા માં ગતરાત્રિ થી સવાર સુધીમાં અકસ્માતના ત્રણ બનાવો સામે આવ્યા હતા.જેમાં બે લોકોના મૃત્યુ થવા પામ્યા હતા.જેમાં પોલીસે બંને ડેટબોડીઓનો કબ્જાે મેળવી પોસ્ટ મોર્ટમ કરાવવાની તજવીજ કરી હતી અને અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.