સાપ્તાહિક રજાની માગ કરી રહેલ કામદારોએ આંદોલનનું રણસીંગુ ફુક્યું
સુરત, પીપોદરા જીઆઇડીસીમાં સાપ્તાહિક રજાની માગ કરી રહેલ કામદારોએ આંદોલનનું રણસીંગુ ફુક્યું છે.
આજે ટોળું કંપનીઓમાં ઘુસી ગયું હતુ અને કંપનીઓમાં કામ કરી રહેલ કામદારોને હડતાળમાં જાેડાવા આહવાન કર્યું હતું.કંપની માલિકો દ્વારા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા સુરત જિલ્લા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.ફરી એકવાર માંગરોળ તાલુકાની પીપોદરા જીઆઇડીસીમાં એક કામદારોના ટોળા દ્વારા આંદોલનનો પ્રયાસ કર્યો છે.
આજરોજ વહેલી સવારે પાંચથી છ વાગ્યાના સમયગાળામાં સાપ્તાહિક રજાઓની માંગ કરી રહેલ કામદારોનું ટોળું પીપોદરા જીઆઇડીસીના સિલ્વર રાધે એસ્ટેટમાં ઘૂસી ગયું હતું.કંપનીઓ જઈ કંપનીઓ બંધ કરાવી કામ કરી રહેલ કામદારોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો.તેમજ કંપની સંચાલકોને કંપનીઓ બંધ કરી દેવાની ધમકીઓ આપી ચાલ્યા ગયા હતા.કંપની સંચાલકો દ્વારા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી. SS2SS