ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા ૧૪.૩૧ કરોડના કામોનો શુભારંભ કરાયો

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારના ૧૪.૩૧ કરોડના વિવિધ વિકાસના કામોનું શુભારંભ કરવામાં આવ્યો
આજરોજ તા. ૦૧/૧૧/૨૦૨૨ના રોજ વિવિધ યોજના અંતર્ગત ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસના કામોના ખાતમુર્હૂત પ્રમુખ સાગરભાઈ પટેલ, ઉપપ્રમુખ જીગ્નેશકુમાર જાેશી કારોબારી ચેરમેન બ્રિજેશભાઈ બારોટ ભૂગર્ભ ગટર યોજના ચેરમેન અરવિંદભાઈ ઠકકર વિવિધ સભ્યો તથા ચીફ ઓફિસર હરીશ અગ્રવાલના વરદહસ્તે કરવામાં આવ્યું.
ભક્તિનગર વિસ્તાર, ખાખરીયા કુવા વોટર વર્કસ વિસ્તાર, ઉન્ડવા વિસ્તાર, હીરાગંગા સોસાયટી, શ્રીરામ મત્ત માર્ગ સી.સી. રોડ, પેવરબ્લોક, ગટર, અને ચાંપલપુરમાં વરસાદી પાણી નિકાલનું કામ, ચાંપલપુર વિસ્તાર, પંચશીલ વિસ્તાર, ગણેશ સોસાયટી, ભાટવાસ, દેવીનગર કમ્પા, સ્ટેશન વિસ્તાર, સી.સી. રોડ તથા પેવરબ્લોકનું કામ, સ્ટેટ હાઇવેથી રેલ્વે ચોક, જુના માર્કેટયાર્ડ કોર્નરથી હરગોવિંદદાસ જાેષી ચોકથી કોઝવે તરફ, સ્ટેટ હાઇવેથી વાસણા રોડ- ફોરેસ્ટ ક્વાર્ટસ, સુધીના ડામર રસ્તાનું રીસર્ફેસીંગ કામ રાવલ રમણભાઈના મકાન થી સુરતી કમ્પા સુધી, નાગ્નેશ્વરી પેટ્રોલપંપથી સુરજ્ભાઈ નાયરના ઘર સુધી, હરજીપુરા – નવરાત્રી ચોક, સરદાર ચોક, હરગોવિંદદાસ જાેષી ચોક, વાસણા રોડ સ્ટ્રીટ લાઈટો અને હાઈ માસ્ક પોલનું કામ, નાગણેશ્વરી પેટ્રોલપંપથી કિશનભાઈ નાયરના ઘર તરફ, ક્ષીરજમ્બા મંદિર યુ.જી.સમ્પથી વસાવાના છાપરા સુધી, ભૃગુઋષિ મંદિર પાછળના હેડ વોટરવર્કસથી સ્મશાનવાળા કુવા સુધી,પક્ષેન્દ્રનાથ મહાદેવ મંદિરથી ગામ વિસ્તારની ઈ.એસ.આર માટે ડી.આઈ પાઈપલાઈનોનું કામ કુલ અંદાજીત રકમ રૂ. ૧૪.૩૧ કરોડ કામોનું શુભ આરંભ કરવામાં આવ્યું