પંજાબને વિશ્વબેંક ૧૫૦ મિલિયન ડોલર આપશે
ચંડીગઢ, પંજાબના લોકો માટે એક મોટા સમાચાર છે. વિશ્વ બેંકે પંજાબને તેના નાણાકીય સંસાધનોનું વધુ સારી રીતે સંચાલન કરવા અને જાહેર સેવાઓ સુધારવા માટે સહાયની જાહેરાત કરી છે. વિશ્વ બેંકે પંજાબને નાણાકીય સહાય માટે ઇં૧૫૦ મિલિયનની લોન મંજૂર કરી છે.
આ અંગે વાત કરતા પંજાબના નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ કહ્યું છે કે અમારી સરકાર પંજાબની આર્થિક સ્થિતિ સુધારવામાં લાગેલી છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં તમામ ગેરંટી પૂરી કરવામાં આવશે. તેમણે કહ્યું કે પંજાબમાં બજેટ દ્વારા બે તબક્કામાં કામ કરવામાં આવશે.
હરપાલ ચીમાએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકાઓને ગ્રાન્ટની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. આ સિવાય અમૃતસર અને લુધિયાણા શહેરોના પાણી પુરવઠા પર પણ કામ કરવામાં આવશે. નોંધનીય છે કે આ લોન વિશ્વ બેંક દ્વારા ૧૫ વર્ષ માટે આપવામાં આવી છે, જેમાં ૬ મહિનાની છૂટ પણ આપવામાં આવી છે.HS1MS