વિશ્વ બ્રેઈલદિને કે.ટી. હાઈસ્કૂલમાં બે જિલ્લાની વકૃત્વ સ્પર્ધા યોજાઈ

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા,
તા – ૦૭/૦૧/૨૦૨૩ શનિવારના રોજ રાષ્ટ્રીય અંધજન મંડળ ઈડર દ્વારા વિશ્વ બ્રેઇલ દિવસ નિમિત્તે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દ્રષ્ટિક્ષતિ દિવ્યાંગ બાળકોની બ્રેઇલ લેખન વાંચન તથા વકૃત્વ સ્પર્ધા યોજાઈ જેના ભાગરૂપે
આઈ. ઈ. ડી. એસ. એસ. ના વિશિષ્ટ શિક્ષક નાયક યોગેશકુમાર વી ના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા તાલુકાની શેઠ કે ટી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ડાભી મિતલબેન વાઘજીભાઈ એ સમગ્ર બંને જિલ્લાઓમાં ધોરણ ૯ થી ૧૨ ની વય જૂથ વિભાગમાં પ્રથમ નંબર પ્રાપ્ત થતા સ્કૂલનું ગૌરવ વધારેલ છે
જે અનુસંધાને પ્રિન્સિપાલ વિભાશ બી રાવલ, કપિલભાઈ ઉપાધ્યાય તથા જીગ્નેશકુમાર એ જાેશી તેમજ સુપરવાઇઝર મિત્રો વિદ્યાર્થીની ને બિરદાવી હતી અને ખેડબ્રહ્મા કેળવણી મંડળના પ્રમુખશ્રી
અશ્વિનકુમાર જાેશી તથા ઉપપ્રમુખ કનુભાઈ પટેલ તથા મંત્રીશ્રી શૈલેષકુમાર મહેતાએ વિશિષ્ટ શિક્ષક શ્રી યોગેશકુમાર નાયકને તથા વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવ્યા હતા.