લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ ચકલી દિવસ ઉજવાયો
(પ્રતિનિધિ) ગોધરા, ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ ,ગાંધીનગર અંતર્ગત કાર્યરત લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગોધરા દ્વારા સંતરામપુર , લુણાવાડા ,વિશ્વ ચકલી દિવસ ઉજવાયો હતો. ૨૦ મી માર્ચને સ્પેરો ડે તરીકે ઉજવાય છે.પક્ષીઓને બચાવવા છેલ્લા ૧૦ વર્ષમાં લોકોમાં જાગૃતિ આવતા ઘરમાં માળા- કુંડા જાેવા મળે છે. અવનવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતા પેટનેસ્ટના કે ચકલી ઉપરાંત કાબર,બુલબુલ જેવા પક્ષીઓ પણ ઘટી રહ્યા છે અને દરેક પક્ષીઓના બચાવવા સાધનો બનવાયા છે.આ સ્થિતિ વચ્ચે ચકલીઓમાં માળા-કુંડામાં પણ મોર્ડનાઈઝેશન આવી રહ્યું છે.આર્ટીફીસ્યલ ચકલીઓના માળા એટલે ચકલી ઘર માટે પર્યાવરણ જાગૃતિ કામ પણ હાથે લેવામાં આવ્યું છે.
આજના સમયમાં ચકલી સૌથી અધિક પ્રમાણમાં જાેવા મળતા પક્ષી છે.જે ઘર બનાવે છે ત્યારે જાેડી ત્યાં રહેવા માટે પહોંચી જાય છે. સુપર માર્કેટ સંસ્કૃતિના કારણે કરીયાણાની દુકાનો ઘટતા શહેરી વિસ્તારોમાં દાણાઓ ચણવાનું ન મળતા ચકલીઓ લુપ્તતા ના આરે છે.આ ઉપરાંત પ્રકૃતિ પ્રેમી યુવાનો ચકલીને બચાવવા ખુબ સેવા કાર્ય કરી રહ્યા છે.આજ રોજ લોક વિજ્ઞાન કેન્દ્રના ડૉ. સુજાત વલી સાહેબ દ્વારા ચકલીના માળાઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું.અને સૌને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કેળવવા અને જાળવણી કરવા સૂચવવામાં આવ્યું હતું.