Western Times News

Gujarati News

ગુજરાતે વિકસાવેલી કપાસની સંકર-૪ જાત પછી સમગ્ર દેશમાં કપાસ ઉત્પાદકતામાં ધરખમ વધારો થયો

ગુજરાતનાં અર્થતંત્રમાં કપાસની ભૂમિકા મહત્વપૂર્ણ: ૭ ઓકટોબર – વિશ્વ કપાસ દિવસ

કપાસમાં ગુજરાત ૨૬.૮ લાખ હે. વાવેતર વિસ્તાર૯૨ લાખ ગાંસડી ઉત્પાદન અને ૫૮૯ કિ.ગ્રા રૂ પ્રતિ હેકટરની ઉત્પાદકતા સાથે સમગ્ર દેશમાં દ્વિતીય

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા બે દાયકામાં કપાસ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતનું ચિત્ર બદલાયું: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં રાજ્યની કપાસ ઉત્પાદકતામાં ૪૫૯ કિ.ગ્રા રૂ પ્રતિ હેક્ટરનો વધારો

મનુષ્ય જીવનની ત્રણ મૂળભૂત જરૂરીયાતો એટલે રોટીકપડાં અને મકાન. રોટી પછીની મહત્વપૂર્ણ જરૂરિયાત કપડાં માટે કપાસ ખૂબ જ જરૂરી છે. એ જ કપાસના મહત્વને ઉજાગર કરવા સમગ્ર વિશ્વમાં દર વર્ષે  ૭ ઓકટોબરને “વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ‘સફેદ સોના’ તરીકે ઓળખાતા કપાસ સાથે ગુજરાતનો સંબંધ વર્ષો જૂનો છે. અનેક દાયકાઓથી કપાસના વાવેતર અને સુધારણા માટે ગુજરાત જાગૃતપ્રયત્નશીલ અને અગ્રેસર રહ્યું છે.

ભારત અને ગુજરાતના અર્થતંત્રમાં કપાસ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. તેનું ઉદાહરણ જોઈએ તોગુજરાતની વર્ષ ૧૯૬૦માં સ્થાપન થઈ ત્યારે ગુજરાતની કપાસ ઉત્પાદકતા માત્ર ૧૩૯ કિ.ગ્રા રૂ પ્રતિ હેક્ટર હતીજે આજે વધીને આશરે ૬૦૦ કિ.ગ્રા રૂ પ્રતિ હેક્ટર સુધી પહોંચી છે. આ આંકડા પરથી જ અંદાજ લગાવી શકાય કેસંશોધનવિસ્તરણસરકારના ખેડૂતલક્ષી અભિગમ અને ખેડૂતોના અથાગ પ્રયત્નોથી રાજ્યને અબજો રૂપિયાની આવક કપાસ દ્રારા થઇ છે. જે કોઈપણ રાજ્યના અર્થતંત્ર માટે નાની-સૂની બાબત નથી.

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે કપાસ સંદર્ભે વિગતવાર વાત કરતાં જણાવ્યું હતું કેભારત દેશ આઝાદ થયો ત્યારે સુતરાઉ કાપડની મોટાભાગની મીલો ભારતમાં રહી અને કપાસનું સારૂ ઉત્પાદન કરતો પ્રદેશ પાકિસ્તાનના ભાગે ગયો. પરિણામે ભારતમાં કાચા માલની ખેંચ રહેવાથી કિંમતી હુંડિયામણ ખર્ચીને આપણે વિદેશથી કપાસની આયાત કરવી પડતી હતી.

વર્ષ ૧૯૭૧માં સુરત ખાતેના સંશોધન ફાર્મ દ્વારા સંશોધન બાદ વિકસાવેલી કપાસની સંકર-૪ નામની જાત પછી સમગ્ર દેશમાં સંકર કપાસનો યુગ શરૂ થયો અને ટૂંક સમયમાં જ ભારતની કપાસ ઉત્પાદકતામાં ધરખમ વધારો થયો. જેના પરિણામે ભારતની કાચા માલની જરૂરીયાત તો પૂર્ણ થઈ જપરંતુ વધારાના ઉત્પાદનની નિકાસ પણ આપણો દેશ કરતો થયો. વર્ષ ૨૦૨૧માં ભારતે રેકોર્ડ બ્રેક ૧૦,૭૮૭ મીલીયન ડોલરની કિંમતના કપાસનો નિકાસ કર્યો હતોતેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રી શ્રી પટેલે જણાવ્યું કેગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે દાયકામાં કપાસ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતનું ચિત્ર બદલાયું છે. તેમના સબળ નેતૃત્વ હેઠળ થયેલા વિવિધ પ્રયાસોના પરિણામે વર્ષ ૨૦૦૧-૦૨ સુધી ગુજરાતમાં કપાસનો વાવેતર વિસ્તાર જે ૧૭.૪૦ લાખ હેક્ટર હતોતે વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં વધીને ૨૬.૮૩ લાખ હેક્ટર થયો છે. સાથે જકપાસનું ઉત્પાદન પણ ૧૭ લાખ ગાંસડીથી વધીને વર્ષ ૨૦૨૩-૨૪માં ૯૨.૪૭ લાખ ગાંસડી અને ઉત્પાદકતા ૧૬૫ કિ.ગ્રા. રૂ પ્રતિ હેક્ટરથી વધીને વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં ૫૮૯ કિ.ગ્રા. રૂ પ્રતિ હેક્ટર સુધી પહોંચી છે.

આટલું જ નહીંવર્ષ ૨૦૨૧-૨૨માં ગુજરાત રાજ્ય ૨૨.૪૫ લાખ હેક્ટરના વાવેતર વિસ્તાર૭૩.૮૮ લાખ ગાંસડી ઉત્પાદન અને ૫૫૯ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરની ઉત્પાદકતા સાથે સમગ્ર દેશમાં દ્વિતીય ક્રમ ધરાવતું રાજ્ય બન્યું હતું. આજે પણ ગુજરાત દ્વિતીય ક્રમે યથાવત છે. રાજ્ય સરકારની અનેકવિધ પ્રોત્સાહન આપતી યોજનાઓ અને કપાસ સંવર્ધનના પ્રયાસોના પરિણામે આવનાર સમયમાં ગુજરાત સમગ્ર દેશના કપાસ ઉત્પાદનનું હબ બનશે અને દેશના કુલ કપાસ ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન સૌથી વધુ ગુજરાતનું રહેશેતેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મંત્રીશ્રી કહ્યું કેબીટી કપાસ યુગમાં પણ સમગ્ર દેશમાં બીટી સંકર જાતો વિકસાવવા અને તેની માન્યતા મેળવવામાં ગુજરાત અગ્રેસર રહ્યું હતું. ગુજરાત સરકારના સઘન પ્રયત્નો થકી જાહેર ક્ષેત્રની પ્રથમ ૨ બીટી સંકર જાતો – ગુજરાત કપાસ સંકર-૬ બીજી-૨ અને ગુજરાત કપાસ સંકર-૮ બીજી-૨ને વર્ષ ૨૦૧૨માં ભારત સરકાર દ્રારા માન્યતા મળી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૫માં અન્ય બે બીટી સંકર જાતો – ગુજરાત કપાસ સંકર-૧૦ બીજી-૨ અને ગુજરાત કપાસ સંકર-૧૨ બીજી-૨‌ જાતો વિકાસવીને ગુજરાતે ખેડૂતોને કપાસ વાવેતર માટે બીટી કપાસની ચાર જાતો વાવેતર માટે ઉપલબ્ધ કરાવી.

સમગ્ર વિશ્વમાં સતત થઇ રહેલ વસ્તી વધારાના કારણે ભવિષ્યમાં કુદરતી રેસાવસ્ત્રોખાદ્યતેલ અને પશુ આહાર માટેના કપાસીયા ખોળની હાલ કરતા વર્ષ ૨૦૩૦ સુધીમાં દોઢ ગણી અને ૨૦૪૦ સુધીમાં બમણી સંભવિત જરૂરીયાતો ઊભી થશે. આ જરૂરિયાતોને ધ્યાને લઈને સંશોધનોનવા અને અદ્યતન વિચારો તેમજ ઘરેલું ઉત્પાદનમાં આત્મનિર્ભરતા કેળવી કપાસની નિકાસ કરીને દેશના અર્થતંત્રમાં ગુજરાત અમૂલ્ય ફાળો આપી શકે છેતેવો મંત્રીશ્રીએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.