ડાકોરમાં વિશ્વ માતૃભાષા દિવસની ઊજવણી કરાઈ
(પ્રતિનિધિ) ડાકોર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને આશીર્વાદ સેવા સંકુલ ટ્રસ્ટ ડાકોરનાં સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૧/૦૨/૨૦૨૩ નાં રોજ ડાકોર મુકામે વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે ભવ્ય રેલી યોજવામાં આવી હતી. ડાકોરની ઉત્તર બુનિયાદી શાળાના બાળકો તેમજ શિક્ષકોએ આ ભવ્ય રેલી ગાંધી સ્મારકથી કવિ રાવજી પટેલ સ્મારક સુધી કવિતા અને સર્જાકોના બેનર લઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.
ડાકોર ગોમતીઘાટ પાસે દંડી આશ્રમમાં સંમેલન યોજાવામાં આવેલું જેમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ડૉ.રાજેશ્વરી પટેલે માતૃભાષાનાં ગૌરવ વિશે આગવી રીતે વ્યાખ્યાન આપ્યું હતું. ત્યારબાદ કવિ સંમેલનમાં કવયિત્રી રીનલ પટેલ, કવિ કૌશિક પરમાર તેમજ કવિ રાણા બાવળિયાએ કાવ્યપાઠ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાઝીદ સૈયદે કર્યું હતું
તેમજ કાર્યક્રમની ભૂમિકા કે.બી. શાહે બાંધી આપી હતી તેમજ સંત વિજયદાસજી મહારાજશ્રીએ આશીર્વચન આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ડાકોર ગામના વરિષ્ઠ નાગરિકો તેમજ ડાકોર ગામના સારસ્વત લોકોએ કાર્યક્રમ માણ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં માતૃભાષા ગુજરાતીનાં ગૌરવ વિશે વાર્તાલાપ, કવિ સંમેલન કરવામાં આવ્યું હતું.