૨૧મી ફેબ્રુઆરીએ World Mother Language Day ઉજવાશે

ગાંધીનગર, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના ર્નિણયો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આપણી માતૃભાષા ગૌરવ પ્રદાન થાય તેવું કાર્ય કરવામાં આવશે. તેમજ તેમણે ખાતાકીય પરીક્ષાઓ માતૃ ભાષા દિવસની ઉજવણીને લઈ કેટલીક માહિતી આપી હતી.
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, ભરતી માટે ખાતાકીય પરીક્ષાનું નિયમિત આયોજન બાબતે ચર્ચા થઈ છે. તેમણે ઉમેર્યું કે, પરીક્ષાઓ લેવાઈ નથી કે પાછી ઠેલાઈ છે તે અંગે ચર્ચા થઈ અને પ્રમોશન નથી મળ્યા તેવા કર્મચારીઓ માટે માળખું તૈયાર થશે. રાજ્ય સરકાર ખાતાકીય પરીક્ષાઓ માટે પોલીસી બનાવશે અને વિલંબ થઈ છે તેવી તમામ સંવર્ગની પરીક્ષાઓ માટે ડેટા તૈયાર થશે. તેમણે વધુમાં કહ્યું કે, ઝડપી પરીક્ષાનું આયોજન થાય તે માટે અને નિયમિત પરીક્ષા ભવિષ્યમાં લેવાય તે માટે આદેશ અપાયા છે.
પ્રવક્તા મંત્રી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ૨૧ ફેબ્રુઆરીએ વિશ્વ માતૃ ભાષા દિવસ ઉજવાશે અને પંડિત દીન દયાળ હોલ અમદાવાદ ખાતે મુખ્ય કાર્યક્રમ થશે. હાથીની અંબાડી પર ગુજરાતી પુસ્તકો સાથે યાત્રા નીકળશે. તેમણે ઉમેર્યું કે, માતૃભાષામા ગૌરવ પ્રદાન થાય તે માટે કાર્યક્રમો યોજાશે ધર્મસ્થાનોના વિકાસ માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. અંબાજી ખાતે ૧૨ થી ૧૫ તારીખ સુધી ૨૫૦૦ બસો દોડશે તેમજ ૫ દિવસમા ૨થી અઢી લાખ લોકો યાત્રાનો લાભ લેશે તેમ પણ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું ઋષિકેશ પટેલે કહ્યું કે, સુજલામ સુફલામ જળ સંચય અભિયાન શરૂ થશે જેમાં ૪૦ રૂપિયા ઘન મીટર માટીનો ભાવ રૂ.૫૨ કરાયો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અભિયાનની શરૂઆત કરાવશે. જેમાં સરકાર ૬૦ ટકા અને ૪૦ ટકા લોકફાળો રહેશે.
તેમણે જણાવ્યું કે, અટલ ભૂજલ યોજના માટે કેન્દ્ર સરકારે ૭૫૬ કરોડ આપ્યા છે અને આ આખા ગુજરાતમાં અવેરનેસ પ્રોગ્રામ થશે. તેમણે ઉમેર્યું કે, પાણી રીચાર્જ કરવા માટે કામો થશે અને સુજલામ સુફલામ અને અટલ ભૂજલ યોજના એક બીજાના પર્યાય છે તેમજ અટલ ભૂજલ યોજનાનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર કરશે.SS3.PG