Western Times News

Gujarati News

લોકોમાં જાગૃતિ લાવવા પપેટ શો કરીને વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઇ

વિરમગામ, ૩૧ મેના રોજ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો શૈલેષ પરમારના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાના તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે પોપેટ શો દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. World No Tobacco Day was celebrated by doing a puppet show to create awareness among people

સપ્તધારાથી સ્વાસ્થ્ય અંતર્ગત પપેટ શો દ્વારા ઉપસ્થિત લોકોને વ્યસન મુક્તિ અંગે સંદેશ આપવામાં આવ્યો હતો અને વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. વિરમગામ તાલુકા મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર રવિન્દ્ર રાઠોડ, આરબીએસકે મેડિકલ ઓફિસર ડો.કિંજલ પટેલ,

ડો. ભાવેશ લીમ્બાચીયા, નીલકંઠ વાસુકીયા, જયેશ પાવરા, પ્રકાશ પટેલ, નિશા ઠાકર સહિતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે તમાકુનું સિગારેટ, બીડી, ગુટખા અને હુક્કા જેવા ઘણા બધા સ્વરૂપોમાં સેવન કરવામાં આવે છે.

તમાકુમાં નિકોટીન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે. નિકોટીન થોડા સમય માટે ખુબ આનંદ આપે છે પરંતુ લાંબા સમયે તે હદય, ફેફસાં, પેટ અને જ્ઞાનતંતુઓ પર વિપરીત અસર કરે છે. વિશ્વમાં દર છ સેકન્ડે ૧ વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ થાય છે. વિશ્વમાં દર મીનીટે ૧૦ વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ પામે છે.

પ્રત્યેક સિગારેટ એક વ્યક્તિના ૧૧ મિનિટ જેટલા જીવનનો ઘટાડો કરે છે. આશરે ૧૮ ટકા હાયરફિલ્ડના વિદ્યાર્થીઓ સિગારેટ અને તમાકુનું સેવન કરે છે. દસમાંથી નવ ફેફસાના કેન્સર માટે તમાકુ જવાબદાર હોય છે. આપણે જરૂર છે ખોરાકની તમાકુની નહીં, જિંદગીને હા તમાકુને ના, તમાકુ છોડો જીવન બચાવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.