વિશ્વના પાવરફુલ પાસપોર્ટની યાદીમાં ભારતને ફટકો
૫ાંચ સ્થાન ગબડી ૮૫ ક્રમે પહોચ્યું –સિંગાપોર પ્રથમ, અમેરિકા ૯મા સ્થાને,પ ભારતીય પાસપોર્ટથી ૫૭ દેશોમાં વિઝા ફ્રી મુસાફરીની સુવિધા
મુંબઈ, વૈશ્વિક પાસપોર્ટ ઇન્ડેક્સમાં આ વર્ષે ભારતનું રેન્કિંગ એકસાથે પાંચ સ્થાન ગબડીને ૮૫ પર પહોંચી ગયું છે. ગયા વર્ષે આ યાદીમાં ભારતીય પાસપોર્ટ ૮૦માં સ્થાને હતો. ભારતના પાસપોર્ટથી ૫૭ દેશોમાં વિઝા ળી મુસાફરી કરી શકાય છે. આ યાદીમાં સિંગાપોર સતત બીજા વર્ષે ટોચ રહ્યું છે, બીજા સ્થાને જાપાનનો પાસપોર્ટ રહ્યો છે. જાપાનનો પાસપોર્ટ ૨૦૧૮-૨૦૨૩ સુધી ટોચના સ્થાને હતો. ૨૦૨૪માં જાપાન અને સિંગાપોર બંને એકસાથે ટોચના સ્થાને હતાં.
સિટિઝનશિપ એડવાઇઝરી કંપની હેનલી એન્ડ પાર્ટનર્સે બુધવારે જારી કરેલા હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ૨૦૨૫ પાકિસ્તાન અને બાંગ્લાદેશનું રેન્કિંગ અનુક્રમે ૧૦૩મું અને ૧૦૦મું રહ્યું હતું. કંપનીની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા ચાર્ટ મુજબ ભારતનો રેન્ક ૨૦૨૧માં ૯૦મા ક્રમે સૌથી નીચો હતો, જ્યારે તેનો શ્રેષ્ઠ સ્કોર ૨૦૦૬માં હતો, જ્યારે ભારતનો પાસપોર્ટ ૭૧મા ક્રમે હતો.
અમેરિકાના પાસપોર્ટનું રેન્કિંગ ૨૦૨૫માં ઘટીને નવમા ક્રમે આવ્યું હતું, જે ૨૦૨૪માં સાતમાં ક્રમે હતો. બીજી તરફ ચીનનું રેન્કિંગ ૬૨થી સુધરીને ૬૦ થયું હતું. કંપનીના નિવેદન અનુસાર છેલ્લા એક દાયકામાં વિશ્વના ૧૯૯ પાસપોર્ટમાંથી માત્ર ૨૨ જ હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ રેન્કિંગમાં નીચે આવ્યા છે.
આશ્ચર્યજનક રીતે પાવરફુલ પાસપોર્ટની આ યાદીમાં ૨૦૧૫ અને ૨૦૨૫ની વચ્ચે અમેરિકાના પાસપોર્ટના રેન્કિંગમાં બીજા ક્રમે સૌથી વધુ ઘટાડો થયો હતો. અમેરિકાના પાસપોર્ટનું રેન્કિંગ આ સમયગાળામાં બીજા સ્થાનેથી ગબડીને છેક ૯મા સ્થાને આવી ગયું છે.
આ સમયગાળામાં વેનેઝુએલાના પાસપોર્ટનું રેન્કિંગ સૌથી વધુ ઘટ્યું હતું. ૨૦૧૫થી ૨૦૨૫ વચ્ચે બ્રિટનના પાસપોર્ટના રેન્કિંગમાં પણ ચોથા ક્રમે સૌથી વધુ ઘટાડો થયો છે. ૨૦૧૫માં આ યાદીમાં બ્રિટિશ પાસપોર્ટ ટોચના સ્થાને છે, જે હાલમાં પાંચમાં ક્રમે આવી ગયો છે. કેનેડાના પાસપોર્ટનું રેન્કિંગમાં પાચમા ક્રમે સૌથી વધુ ઘટાડો થયો છે.
કેનેડાનો પાસપોર્ટ એક દાયકામાં ૪ સ્થાને ગબડીને હાલમાં સાતમા સ્થાને આવી ગયો છે. બીજી તરફ છેલ્લાં એક દાયકામાં ચીનના પાસપોર્ટ સૌથી મોટી છલાંગ લગાવી છે. ૨૦૧૫માં ચીનનો પાસપોર્ટ ૯૪મા ક્રમે હતો, જે ૨૦૨૫માં ૬૦મા ક્રમે આવ્યો છે. ચીનનો વિઝા ફ્રી સ્કોર વધીને ૪૦ દેશોનો થયો છે.ss1