“વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે” એ અખબારોને બંધારણીય સુરક્ષા કવચ પુરૂ પાડવાની જવાબદારી સમગ્ર વકીલ આલમની છે: બી. એમ. ગુપ્તા !!
લોકશાહીમાં અખબારો એ ચોથી જાગીર છે, ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે અને સામાજીક ન્યાય માટે અવાજ ઉઠાવતા અખબારોને “વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે” એ અખબારોને ફકત ન્યાયતંત્રે બંધારણીય સુરક્ષા કવચ પુરૂ પાડવાની જવાબદારી નથી પણ સમગ્ર વકીલ આલમની છે – પૂર્વ પ્રમુખ બી. એમ. ગુપ્તા !!
“તોફાન જાેઈને વહાણમાંથી ઉતરી ગયા હોત તો કોઈએ દરિયો પાર ન કર્યાે હોત” – ચાર્લ્સ કેટરિંગ !!
તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે. જયારે ઈન્સેન્ટ તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડની છે. ચીફ જસ્ટીસશ્રીએ વખતો વખત અદ્દભૂત અવલોકન અને નિરીક્ષણ કરતા કાયદાના વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે “ચુપ રહેવાથી સમસ્યાઓનો ઉકેલ નહીં આવી શકે બંધારણ એ ઘરે બનાવેલા દસ્તાવેજ છે.
જે સ્વ સંચાલિત, ભવ્યતા અને સ્વાતંત્ર પ્રોડકટ છે અને તેમણે કહ્યું હતું કે, દરેકે કાયદાના વ્યવસાય કરતી વેળાએ બંધારણના મૂલ્યો જાળવવા જાેઈએ”!! સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે મિડીયા સ્વાતંત્ર્ય માટે તા. ૦૫-૦૪- ૨૦૨૩ ના રોજ આપેલા ચુકાદામાં કહ્યું છે કે, ”
સરકાર સમક્ષ સત્ય બોલવાની તથા નાગરિકો સમક્ષ તથ્યો રજૂ કરવાની પ્રેસની ફરજ છે”!! સુપ્રિમ કોર્ટે ચુકાદો જાહેર કરતા એવું પણ અવલોકન કર્યુ છે કે, “સરકારી નિતિઓની ટીકા કરનાર મિડીયા વન ચેનલને સરકાર વિરોધી ન ગણી શકાય કારણ કે આવા શબ્દોનો ઉપયોગ જ એ દર્શાવે છે કે, સરકાર ઈચ્છે છે કે, પ્રેસે સરકારને સપોર્ટ કરવો જાેઈએ”!!
કોર્ટે એવું પણ કહ્યું કે લોકશાહી દેશની મજબુત કામગીરી માટે પ્રેસની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે એવા અવલોકન સાથે સુપ્રિમ કોર્ટે આખરી ચુકાદો એ “વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે” ની ભેટ સમાન છે.
ફોજદારી કોર્ટ બાારના પૂર્વ પ્રમુખ અને સોસાયટી ફોર લીગલ જસ્ટીસના ચેરપર્સન શ્રી બી. એમ. ગુપ્તાએ કહ્યું છે કે, “તોફાન જાેઈ વહાણમાંથી ઉતરી ગયા હોત તો કોઈએ દરિયો પાર કર્યાે ન હોત”!! આ શબ્દો અમેરિકન વૈજ્ઞાનિક ચાર્લ્સ કેટરિંગના છે પણ આજે દરેકે એ શબ્દો યાદ રાખવાના છે એમ પણ શ્રી બી. એમ. ગુપ્તાએ કહ્યું છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
વર્ષ ૧૯૫૦ માં “ક્રોસ રોડ મેગેઝીન” સોમનો
કેસ રદ કરતા સુપ્રિમ કોર્ટે થાપર વિરૂધ્ધ સ્ટેટઓફ મદ્રાસમાં ચુકાદો આપી અખબારી સ્વાતંત્ર્યની સુરક્ષા કરી હતી આજે ૨૦૨૩માં સુપ્રિમ કોર્ટે મલીયાલમ ન્યુઝ ચેનલ વિરૂધ્ધ કેન્દ્ર સરકાર કેસમાં હાઈકોર્ટનો ચુકાદો રદ કરી મિડીયાની સ્વતંત્રતાને સુરક્ષા કવચ પુરૂં પાડયું છે – બી. એમ. ગુપ્તા !!
અમેરિકાના પ્રમુખ એડલાઈ ઈ. સ્ટીવન્સને લોકશાહીના સંદર્ભમાં મહત્વપૂર્ણ રીતે કહ્યું છે કે, ‘પ્રત્યેક વ્યકિતને હકક છે તેનું સાંભળવામાં આવે કોઈ એકના અવાજને આધારે લોકતંત્રના ગળે ફાંસો લગાવી દેવાનો અધિકાર કોઈને નથી’!! જયારે અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલીન રૂઝવેલ્ટે કહ્યું છે કે, ‘જાે અખબારી સ્વાતંત્ર્યને પડકારવામાં આવશે
તો ‘અંતરઆત્મા, શિક્ષણ, વાણી સ્વાતંત્ર્ય’ આ બધાં સ્વાતંત્ર્ય અર્થહીન બની જશે અને લોકશાહીનો પાયો હચમચી જશે!! લોકશાહીમાં, અખબારો એ ચોથી જાગીર કહેવાય છે.
ભારતને આઝાદી મળી તેમાં ચોથી જાગીરની ભૂમિકા મહત્વની હતી. અખબારોએ મેગેઝીનીઓ એ બ્રિટીસ સલ્તનતના પાયા ઉખેડી નાંખ્યા હતાં !! વર્ષ ૧૯૭૫ માં ઈ ન્દરાજીએ કટોકટી લાદી અને પ્રેસેન્સશીપ નાંખી ત્યારે પણ ઈ ન્ડયન એકસપ્રેસના માલિક રામનાથ ગોએન્કા ઝુકયા નહોતા.
ગુજરાતના અનેક અખબારોએ તંત્રી લેખનું કોલમ કોરૂ રાખીને કટોકટીનો વિરોધ કરેલો. વેસ્ટર્ન ટાઈમ્સ જેવા મૂલ્યનિષ્ઠ અખબારના તંત્રી શ્રી રામુભાઈ પટેલે મારી નોંધપોથી માં અખબારી સ્વાતંત્ર્યની ભૂમિકા પર રોક સામે અંતરઆત્માનો અવાજ રજૂ કર્યાે હતો
અને આજે પણ ભારતની સુપ્રિમ કોર્ટે ચીફ જસ્ટીસ શ્રી ડી. વાય. ચંદ્રચુડની બેન્ચે ચુકાદો આપતા તા. ૦૫-૦૪- ૨૦૨૩ના રોજ કહ્યું કે મજબુત લોકશાહી માટે અખબારી સ્વાતંત્ર્ય જરૂરી છે ત્યારે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ના સંદર્ભમાં ફોજદારી કોર્ટ બારના પૂર્વ પ્રમુખ અને સોસાયટી ફોર લીગલ જસ્ટીસના ચેરમેન શ્રી બી. એમ. ગુપ્તા શું કહે છે ???!!
સુપ્રિમ કોર્ટનું ગંભીર અને દુરંદેશી અવલોકન છે કે, પ્રિન્ટ મિડીયા આજે પણ જવાબદારીપૂર્વક કામ કરે છે અને સુપ્રિમ કોર્ટ કહે છે કે, મજબુત લોકશાહી માટે સ્વતંત્ર અને નિડર પ્રેસ ખૂબ જ જરૂરી છે ત્યારે દેશમાં પત્રકારો પર થતાં કાનૂની અને ગેરકાનૂની હુમલાથી મિડીયાના સ્વાતંત્ર્યને બચાવવાની અનેન્યાયતંત્ર પર થતાં વૈચારિક હુમલાથી તથા તેના કાર્યક્ષેત્ર પર થતાં હુમલા રોકવા જાગૃત વકીલો તેમનો ‘ધર્મ’ ચૂકશે તો ‘વકીલાતનો વ્યવસાય’ પણ સુરક્ષિત નહીં રહે – પૂર્વ પ્રમુખ શ્રી બી. એમ. ગુપ્તા !!
ફોજદારી બારના પૂર્વ પ્રમુખ અને સોસાયટી ફોર લીગલ જસ્ટીસના ચેરપર્સન અને વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી બી.એમ.ગુપ્તાએ દેશના અખબારી સ્વાતંત્ર્યની ભૂમિકા પર અને સુપ્રિમ કોર્ટની ભૂમિકાની સરાહના કરતા અને માનવ સમાજને દિશા નિર્દેશ કરતા રસપ્રદ વિચારો રજૂ કર્યા છે જેની સમગ્ર વકીલ આલમે નોંધ લેવા જેવી છે !!
શ્રી બી. એમ. ગુપ્તાએ અમેરિકાના લેખક અને વૈજ્ઞાનિક આઈઝેક આસિમોવે ટાંકીને કહ્યું હતું કે, હું શ્વાસ લઉં છું એ જ કારણથી લખું છું જાે નહીં લખું તો હું મરી જઈશ!! આમ લેખકો, સાહિત્યકારો, પત્રકારોની કલમ એ જ તેમનો ખોરાક છે !! જીવન છે !! તેમની નિષ્પક્ષતા, સ્વતંત્રતા પર પાબંદી હોવી જાેઈએ નહીં. નહીં તો સત્ય બહાર નહીં આવે અને એ દેશની આઝાદી માટે ભયાનક ખતરો બની જશે અને આ સત્ય દેશની સર્વાેચ્ચ અદાલતે પણ સ્વીકાર્યુ છે એ જ એક માત્ર આશાનું કિરણ છે !!
શ્રી બી.એમ. ગુપ્તાએ કહ્યું છે કે, માર્ચ-૧૯૫૦ માં ક્રોસ રોડસ મેગેઝીન પર કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે પ્રતિબંધ મુકયો હતો ત્યારે થાપર વિરૂધ્ધ સ્ટેટ ઓફ મદ્રાસ કેસમાં સુપ્રિમ કોર્ટે પ્રથમ ચુકાદો આપીને અખબારોની આઝાદી સુરક્ષિત કરી ક્રોસ રોડસ મેગેઝીન પરનો પ્રતિબંધ રદ કર્યાે હતો. આ જ રીતે સુપ્રિમ કોર્ટે એકસપ્રેસ ન્યુઝ પેપર્સ (પ્રા.) લી. વિરૂધ્ધ યુનિયન ઓફ ઈ ન્ડયા ૧૯૫૮ માં સુપ્રિમ કોર્ટે ઠરાવેલ કે, અખબારી સ્વાતંત્ર્ય સામાજીક અને રાજકીય આલેખનું હાર્દ છે
કોર્ટની આ અખબારી સ્વાતંત્ર્યનું જતન કરવાની અને આ બંધાારણીય આદેશથી વિપરતી હોય તે બધાં જ કાયદા કે વહીવટીતંત્રીય પગલાને ગેરકાયદેસર ઠરાવવાની પ્રાથમિક ફરજ છે !! બ્રિજભૂષણ વિરૂધ્ધ દિલ્હી કેસમાં પણ અદાલતે ઠરાવ્યું છે કે, પત્રકારને ચાલુ મહત્વના મુદ્દા ઉપર અખબાર કે તેના ખબરપત્રીઓના વિચારો પ્રસિધ્ધ કરતા અટકાવવું તે તેના વાણી અને અભિવ્ય ક્તના સ્વાતંત્ર્યના અધિકારનો ભંગ છે!!
આ જ રીતે સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી પી. એમ. ભગવતીની ખંડપીઠે મેનકા ગાંધી વિરૂધ્ધ યુનિયન ઓફ ઈ ન્ડયા એ.આઈ.આર. ૧૯૭૮ એસ.સી. ૫૯૭ પર પણ મહત્વપૂર્ણ ચૂકાદો આલેખાયે છે !! આ જાેતાં ૧૯૫૦ થી ૨૦૨૩ સુધી સુપ્રિમ કોર્ટની ભૂમિકા અખબારી સ્વાતંત્ર્યની સુરક્ષા માટેની રહી છે.
પરંતુ આજે દુનિયામાં વર્લ્ડ પ્રેસ ડે ઉજવાઈ ગયો ત્યારે દેશના બુ ધ્ધજીવી અને જાગૃત નાગરિકોએ દેશના અને ગુજરાતના કાબેલ, વિદ્વાન અને નિડર વકીલોએ પત્રકારત્વની દુનિયા પર વિવિધ પ્રકારના આક્રમણોથી ગંભીર નોંધ લેવી જાેઈએ. ન્યાયતંત્રની નિષ્પક્ષતા અને સ્વાતંત્ર્ય પર રોક લગાવવાની પ્રત્યક્ષ અને પરોક્ષ વૃત્તિ અને પ્રવૃત્તિ સામે બુ ધ્ધજીવી અને પ્રતિભાશાળી લોકો સગવડીયું મૌન ધારણ કઈ રીતે કરી શકે ?! એવો મુદ્દો પણ શ્રી બી. એમ. ગુપ્તાએ ઉઠાવતા વધુમાં કહ્યું છે
કે, પત્રકારીતા પર હુમલાની વાત અમેરિકાની – ન્યુયોર્કની કમિટી ટ્રુ પ્રોટેકટ જર્નાલીસ્ટસ સંસ્થાના મત અનુસાર ૧૯૯૨ થી ૮૩૨ ૫ત્રકારોમાંથી ૭૨ ટકા પત્રકારોએ હુમલામાં જાન ગુમાવ્યા હતાં એટલું જ નહીં ગ્લોબેલ મિડીયા જુથના જણાવ્યા અનુસાર ૩૬૫ પત્રકારોને કેદ કરાયા છે અફઘાનિસ્તાન, ચાઈના જેવા દેશોમાં પત્રકારો પર હુમલા થતાં રહે છે
તુર્કીમાં ૩૪, બેલાસાર અને એરિટ્રિયામાં ૨૯, ઈજીપ્તમાં ૨૭ અને વિયેતનામમાં ૨૧ પત્રકારો કેદ કરાયા છે ભારત પણ તેમાંથી બાકાત નથી પરંતુ ભારતમાં અદાલતો જયાં સુધી નિડરતાપૂર્વક ભૂમિકા અદા કરે છે અને દેશની સુપ્રિમ કોર્ટમાં બંધારણના રખેવાળો બેઠા છે અને તેમનામાં હિંમત છે એ જાેતાં ભારતનું પત્રકારત્વ સલામત છે!! પણ ‘ભયમુકત’ તો નથી જ. એવી માર્મિક ટકોર પણ શ્રી ગુપ્તાએ કરી છે !!
શ્રી બી.એમ.ગુપ્તાનું કહેવું છે કે, ‘૧૯૭૫માં કટોકટી સમયે મિડીયાનો અવાજ બંધ કરાયો ત્યારે તેની સામે અવાજ ઉઠાવનારૂં મિડીયા જ હતું’!! આજે પણ છે પરંતુ ફરક એટલો છે કે એ વખતની પત્રકારિતા બે વિભાગમાં વહેંચાયેલી જાેવા મળે છે !!
દેશમાં વિનોદ દુવા જેવા દિવંગત પત્રકારોની સંખ્યા ઘટતી જાય છે !! વિશ્વ પ્રેસ સ્વતંત્રતાની યાદીમાં ૨૦૨૨ ના વર્ષમાં દનિયાના ૧૮૦ દેશોમાં ભરતનું ૧૫૦મું સ્થાન હતું. શું આ ચિંતાજનક બાબત નથી ?! અખબારો આત્મનિરીક્ષણ નહીં કરે અને વર્લ્ડ પ્રેસ ડે પર સંશોધન નહીં કરે તો સુપ્રિમ કોર્ટ એકલી અખબારોની
આઝાદી માટે કેટલું કરશે ?!! કાયદાનું અર્થઘટન કરતા એફ.આઈ.આર.નું મૂલ્યાંકન કરતા અને બંધારણીય અવલોકન કરતા દેશની અદાલતોએ અભિવ્ય ક્તની આઝાદી સુરક્ષિત કરી છે એમાં કોઈ બે મત નથી. પણ વકીલ આલમે દેશની આઝાદીનું નેતૃત્વ કરવું જાેઈએ. ભૂતકાળમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ર્ડા. ભીમરાવ આંબેડકરે કર્યુ હતું !!
ન્યુયોર્કની “કમિટી ટુ પ્રોટેકટ જર્નાલીસ્ટસ”ના રીપોર્ટ પ્રમાણે ૩૬૩ પત્રકારો દુનિયાભરની જેલમાં છે સૌથી વધુ પત્રકારો ઈરાનની જેલમાં કેદ છે !! પરંતુ ભારતની સુપ્રિમ કોર્ટે જાણીતા પત્રકાર વિનોદ દુવા સામેનો કેસ રદ કર્યાે હતો !! અમેરિકા – ભારત – બ્રિટનમાં પત્રકારો પર પ્રહાર થાય છે છતાં સુપ્રિમ કોર્ટની ભૂમિકા રક્ષાત્મક રહી છે”!!