Western Times News

Gujarati News

ભારતીય માનક બ્યૂરો દ્વારા વિશ્વ માનક દિવસ ૨૦૨૪ની અમદાવાદ ખાતે ઉજવણી કરવામાં આવી

દર વર્ષે ૧૪ ઓક્ટોબરના રોજ ઉજવાય છે વિશ્વ માનક દિવસ

ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા, ભારતીય માનક બ્યૂરો (અમદાવાદ)(BIS)એ માનક મહોત્સવની બે સપ્તાહ લાંબી ઉજવણી (1લી થી 14મી ઓક્ટોબર)ના ભાગ રૂપે, ક્વોલિટી રન/વોક, કન્ઝ્યુમર અને જ્વેલર્સ જાગૃતિ પ્રોગ્રામ, સ્ટાન્ડર્ડ કાર્નિવલ, સ્ટેકહોલ્ડર્સ કોન્ક્લેવ, સ્ટાન્ડર્ડ ક્લબ પ્રવૃત્તિઓ, નુક્કડનાટક, આરડબ્લ્યુએ પ્રોગ્રામ્સ, ગુણવત્તા અભિયાનના પગલાં, અને ગ્રામ પંચાયત સેન્સિટાઇઝેશનનું આયોજન અમદાવાદ ખાતે “શેર્ડ વિઝન ફોર એ બેટર વર્લ્ડ ” થીમ પર કરવામાં આવ્યું હતું.

આ પ્રવૃત્તિઓનો હેતુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અપનાવવામાં આવેલા 17 ટકાઉ વિકાસ લક્ષ્યો (SDGs) ના અમલીકરણમાં BIS દ્વારા કરવામાં આવતા વિવિધ પ્રયાસો વિશે જાગૃતિ વધારવાનો છે. ઉપરોક્ત 17 SDG ને ધ્યાનમાં રાખીને તાજેતરના ભારતીય માનકો ઘડવામાં આવ્યા છે. ભારતીય માનક બ્યુરો દ્વારા આયોજિત આ સેમિનારમાં 200થી વધુ જેટલા સહભાગીઓએ હાજરી આપી હતી.

આ કાર્યક્રમમાં ટકાઉ વિકાસ લક્ષ્ય અંતર્ગત આવતા પર્યાવરણ અને આબોહવા પરિવર્તન, કૃષિ અને વનસંવર્ધન,સ્માર્ટ શહેરો અને સ્માર્ટ ગામ, પાણીની કાર્યક્ષમતા, ઉપભોક્તા વર્તન અને જાહેર નીતિ જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં માનકીકરણનું મહત્વ, માનકીકરણ વિનાની વસ્તુઓથી થતી દેશ પર અસર વિશે લોકોને સમજાવવામાં આવ્યું હતું. માનકીકરણ આર્થિક, સામાજિક અને પર્યાવરણીય રીતે ટકાઉ વિકાસમાં યોગદાન આપે છે તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તથા ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે BISના રોલ વિશે  સમજણ આપવામાં આવી હતી.

શું છે માનકીકરણ?

માનકીકરણએ ઉત્પાદનો, સેવાઓ અને પ્રક્રિયાઓ સુસંગત છે અને ચોક્કસ દિશાનિર્દેશોનું પાલન કરે છે. તેની ખાતરી કરવા માટે ધોરણોને વિકસાવવા અને અમલમાં મૂકવાની પ્રક્રિયા છે.જે પ્રોડક્ટનુ માનકીકરણ ફરજિયાત કરવામાં આવે તેને BISના લાઇસન્સ વિના અને BIS માર્ક મૂક્યા વિના પ્રોડકટનું ઉત્પાદન આયાત અને વેચાણ દેશમાં કરી શકાતું નથી.

માનકીકરણ શા માટે મહત્વનું છે?

માનકીકરણએ ઉત્પાદનો સલામત અને વિશ્વસનીય છે કે નહિ તેની ખાતરી કરીને ગ્રાહકોનું રક્ષણ કરે છે. તે અકસ્માતોનું જોખમ ઘટાડે છે અને તેને વધુ વ્યવહારુ બનાવે છે.તે પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરે છે અને પરિવર્તનશીલતાની શક્યતા ઘટાડે છે. તે ગુણવત્તા સ્તરોમાં સુસંગતતા પૂરી કરવામાં મદદ કરે છે, ગ્રાહકોમાં વિશ્વાસ બનાવવામાં મદદ કરે છે.

આ કાર્યક્રમમાં અમૂલ, સુજલામ સસ્ટેનેબિલિટી એલએલપી, રિસાયકલ ઇન્ડિયા જેવી કંપનીઓએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં શ્રીનિવાસન રાવ (સીઈઓ,ગુજસેક),  ડો. અનિંદિતા મહેતા (સીઓઓ,CERC),શ્રી સુમિત સેંગર (BIS હેડ, અમદાવાદ),શ્રી પી.કે. ઝા (ઝોનલ મેનેજર, NSIC), શ્રી સુધાંશુ જાંગીર ( ડિરેક્ટર, IIS), શ્રી પી. કે. સોલંકી (સહાયક નિર્દેશક, MSME), શ્રી અમિત કુમાર, શ્રી વિપિન ભાસ્કર(સંયુકત નિર્દેશક,BIS), શ્રી અજય ચંદેલ (ઉપનિર્દેશક, BIS) ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.