વર્લ્ડ થાઇરોઇડ ડે: સ્વસ્થ આહારથી જ મળશે સ્વસ્થ જીવનશૈલી
થાઇરોઇડ એ લાઈફ થ્રેટનિંગ ડિસીઝ નથી : ડૉ. દિલીપ વ્યાસ
વિશ્વમાં દર વર્ષ 25 મેના રોજ વર્લ્ડ થાઈરોઈડ ડે મનાવવામાં આવે છે. આ દિવસે થાઈરોઇડ રોગ વિશે તેમજ તેના લક્ષણો અને ઉપાયો તેમજ સારવાર સંબંધી જાગૃતતા માટે મનાવવામાં આવે છે. થાઈરોઇડ વિશે લોકોને શિક્ષિત કરવા માટે આ દિવસને વાર્ષિક ઇવેન્ટ તરીકે ઉજવવામાં આવે છે. World Thyroid Day: A healthy diet leads to a healthy lifestyle
આ દિવસનો હેતુ થાઈરોઇડ ગ્રંથિના મહત્વ અને તેની ભૂમિકાને પ્રકાશિત કરવાનો છે. થાઈરોઈડ રોગ અંગે વધુ માહિતી અને તે અંગેના ઉપાયો માટે ડૉ. દિલીપ વ્યાસ, સિનિયર કન્સલ્ટન્ટ- સિનિયર ફિઝિશિયન & એસોશિએટ પ્રોફેસર ઓફ મેડિસિન , વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ એ (Dr. Dilip Vyas, Senior Consultant- Senior Physician & Associate Professor of Medicine, Wockhardt Hospitals, Rajkot) માર્ગદર્શન દોર્યું.
થાઇરોઇડ એક અંતસ્ત્રાવ નાની ગ્રંથી છે તેનો પાંદડા જેવો આકાર હોય છે, તે ગરદનના નીચેના ભાગે મધ્યમાં આવેલી છે. મગજની નીચે ખોપરીના કેન્દ્રમાં આવેલી પીટ્યુટરી ગ્રંથિને જ્યારે થાઇરોઇડ હોર્મોન્સના અભાવની કે વધુ પડતા થાઇરોઇડ હોર્મોન્સના પ્રમાણની જાણ થાય છે
ત્યારે તે તેના પોતાના હોર્મોન્સ (ટીએસએચ)ના પ્રમાણમાં વધઘટ કરે છે અને તેને થાઇરોઇડમાં મોકલે છે. થાઈરોડ બે પ્રકારે થાય છે, હાઇપરથાઇરોઇડ અને બીજો હાઇપોથાઇરોડિઝ. “આઈઈજેએમના આ પ્રકાશિત એક સર્વે અનુસાર,ભારતમાં 42 મિલિયન લોકો થાઇરોઇડ રોગથી ગ્રસ્ત છે. આ વસ્તીના 10.95% જેટલો હિસ્સો ધરાવે છે, એટલે કે 100 વ્યક્તિઓમાંથી લગભગ દર 10 વ્યક્તિઓ અસરગ્રસ્ત છે.
વધુમાં, આમાંથી 10% કેસો સબ-ક્લિનિકલ રીતે પ્રગટ થાય છે. વધુમાં, થાઇરોઇડ રોગના કુલ કેસમાંથી 10 સ્ત્રીઓમાં જોવા મળે છે.” સ્ત્રીઓમાં ખાસ કરીને પ્રસૃતિના સમયગાળા દરમિયાન થાઇરોઇડ થવાની શક્યતાઓ વધી જાય છે.
સરકાર નું અત્યંત આવકારદાયક પગલું કે આયોડીન યુક્ત મીઠુજ વાપરવાના નિયમિત જે થાઈરોઈડ રોગનું પ્રમાણ ઘણું ઘટી જાયે છે તેમજ અન્ય રોગોમાં પણ યોગ્ય આહાર વિહાર ના નિયમો ચુસ્ત પડે પડાય તો ઘણી બીમારીઓની બચી શકાય છે.
હાઇપરથાઇરોઇડિઝમને સામાન્ય ભાષામાં કહીએ તો સૂકો થાઈરોઈડ કહેવાય છે. આ પ્રકારના થાઇરોઇડમાં થાઇરોઇડ વધુ પડતા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. આના કારણે શરીરની મેટાબોલિઝમ્સ વધી થાય છે, જેના પરિણામે લોકો સામાન્ય રીતે ધીમે ધીમે વજન ઘટવું, સ્કિન બ્લેક પડવી, ઓવરહિટીંગ, હૃદયના ધબકારા વધવા, થાક અને અન્ય લક્ષણોનો અનુભવ થાય છે.
જ્યારે હાઇપોથાઇરોડિઝમ એટલે લીલો થાઇરોઇડ. આ થાઇરોઇડ ખૂબ ઓછા હોર્મોન ઉત્પન્ન કરે છે. જેના કારણે, શરીરનું ચયાપચય ધીમો પડી જાય છે જેનાથી લોકોને સ્થૂળતા, થાક, માનસિક અસ્થિરતા અને અન્ય લક્ષણોનો સામનો કરવો પડે છે. સ્ત્રીઓમાં ખાસ કરીને વધુ જોવા મળે ચેહ અને તેમની માસિક સ્થિતિ પણ અનિયમિત થઇ જાય છે. ઉપરાંત કોલસ્ટ્રોલ પણ વધી જાય છે.
ડૉ. દિલીપ વ્યાસ ખાસ કરીને સ્વસ્થ આહાર ગ્રહણ કરવા પર ભાર મૂકે છે. તેઓ જણાવે છે કે આજની પેઢીમાં જંકફૂડનું પ્રમાણ વધતું જાય છે અને તે સ્વસ્થ જીવનશૈલી માટે ભારે નુકશાનકારક છે. થાઇરોઇડને નિવારવા માટે લીલોતરી શાકભાજી, ઘરનું સાત્વિક ભોજન વગેરેનું જ સેવન કરવું જોઈએ. પ્રેગનેન્ટ મહિલાઓએ પણ પોતાની આહાર રૂચિમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ નહિ તો આવનાર બાળકમાં પણ થાઇરોઇડ થવાની શક્યતાઓ વધી શકે છે.
થાઇરોઇડ એ લાઈફ થ્રેટનિંગ ડિસીઝ નથી, તેને સામાન્ય દવાઓ દ્વારા પણ કંટ્રોલ કરી શકાય છે. તેની કોઈ આડઅસર પણ થતી નથી. તેથી આડઅસરનો ડર રાખ્યાં વગર ડૉક્ટરની સલાહ અનુસાર દવા અચૂકપણે લેવી જ જોઈએ.