Western Times News

Gujarati News

વર્લ્ડ બ્રેઈન ટ્યુમર ડે : 6 વર્ષની બાળકીના મગજમાં રહેલી ગાંઠ ગ્રેડ 3 એનાપ્લાસ્ટિક એસ્ટ્રોકિટોમાનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ નિદાન

ભાગ્યે જ જોવા મળતી ગ્રેડ 3 એનાપ્લાસ્ટિક એસ્ટ્રોકિટોમા ગાંઠની વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળતાપૂર્વક સર્જરી

રાજકોટ : વર્લ્ડ બ્રેઈન ટ્યુમર ડે દર વર્ષે 8 જૂનના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ આ રોગ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આ રોગ ખૂબ જ ઝડપથી આગળ વધે છે. મગજની ગાંઠો સામેની લડાઈમાં જાગૃતિ કેળવવી, વહેલું નિદાન કરવું, સમયસર સારવાર અને યોગ્ય ફોલોઅપ મહત્વપૂર્ણ છે.

કારણ કે  બાબતો જીવન ટકાવી રાખવાની તકોમાં ઘણો સુધારો કરી શકે છે. જો તેની યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ સાબિત થાય છે. પરંતુ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના પ્રભાવશાળી ડોક્ટર્સની ટીમ ડૉ. કાંત જોગાણી (સીનિયર કન્સલ્ટન્ટ- બ્રેઈન એન્ડ સ્પાઈન સર્જન) અને ડૉ. વિરલ વસાણી (કન્સલ્ટન્ટ- બ્રેઈન એન્ડ સ્પાઈન સર્જન) દ્વારા એક 6 વર્ષની બાળકીના મગજમાં રહેલી ગાંઠને સફળતાથી દૂર કરી અને જીવનદાન આપ્યું.

આ કેસની વિગતવાર વાત કરીએ તો વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ 6  વર્ષની બાળકીને તેના  માતા- પિતા લઈને આવ્યાં હતા જે સતત માથાનો દુ:ખાવો, ઉલટી- ઉબકાની સમસ્યા વગેરેથી પીડાતી હતી અને તે ચાલવામાં પણ લથડિયાં ખાતી હતી. આ બાળકીના તમામ રિપોર્ટસ્ કરતા માલુમ થયું કે બાળકીને નાના મગજની વચ્ચોવચ ગાંઠ છે. આ ગાંઠ બ્રેઇનસ્ટેમ (મગજનો એવો ભાગ જ્યાં શ્વાસ અને હ્રદયને નિયંત્રણ કરતી ચેતાઓ હોય તથા મગજના દરેક જ્ઞાનતંતુને લઈ જતો એ માર્ગ છે જે આપણી દરેક ઈન્દ્રીયોને નિયંત્રણ કરે છે)ના અંતે હતી.

આ  અંગે વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના ડૉ. કાંત જોગાણી (સીનિયર કન્સલ્ટન્ટ- બ્રેઈન એન્ડ સ્પાઈન સર્જન) અને ડૉ. વિરલ વસાણી (કન્સલ્ટન્ટ- બ્રેઈન એન્ડ સ્પાઈન સર્જન) એ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, ”

આ બાળકીની ગાંઠ હાઈ ગ્રેડ હતી અને બાળકીનું અપેક્ષિત જીવન એક વર્ષ કરતાં પણ ઓછું હતું તેથી તેના પરિવારજનો સર્જરી માટે તૈયાર ન હતા. વોકહાર્ટ હોસ્પિટલ્સમાં આવ્યા પછી આ સર્જરીમાં રહેલ જોખમો અને લાભ જાણ્યા બાદ તેની મહત્તમ ગાંઠ સલામતીપૂર્વક અને ચોકસાઈ સાથે કાઢવાનું નક્કી કરવામાં આવ્યું. કારણ કે જો આખી ગાંઠ કાઢવામાં આવે તો આંખનો ડોળો ત્રાંસો થવો, મોઢુ ત્રાંસુ થવું,

સાંભળવામાં તકલીફ થવી અને કોમામાં જવા જેવી શકયતાઓ આ ઓપરેશનમાં રહેલી હતી, જે પરિવાર માટે સ્વીકાર્ય ન હતી. પરંતુ સંપૂર્ણ શક્યતાઓ, જોખમો જાણ્યા બાદ અને પરિવારની પરવાનગી સાથે આ બાળકીનું સફળતાપૂવર્ક ગ્રેડ 3 એનાપ્લાસ્ટિક એસ્ટ્રોકિટોમા (GRADE 3 Anaplastic astrocytoma)નું નિદાન કરવામાં આવ્યું.”

સર્જરી કરાયાના બીજા જ દિવસથી બાળકી ચાલવા માટે સક્ષમ થઈ ગઈ અને તેનો માથાનો દુ:ખાવોઈ પણ સંપૂર્ણપણે દૂર થઇ ગયો. મગજમાં રહેલ પાણી કાઢવા નળી મુકવાની પણ જરૂર ન પડી. ઓપરેશન બાદ જ્યારે એમઆરઆઈ કરવામાં આવ્યો ત્યારે મગજની ગાંઠ સંપૂર્ણ રીતે દુર થયેલી માલૂમ પડી.

વિશ્વભરમાં, દર વર્ષે દર 100,000 લોકોમાંથી લગભગ 5 થી 8 લોકોને ગ્રેડ 3 અથવા ગ્રેડ 4 એસ્ટ્રોસાયટોમા ટ્યુમર (ગ્લિઓબ્લાસ્ટોમા) હોવાનું નિદાન થાય છે. બાળકોમાં, ગ્રેડ 3 એસ્ટ્રોસાયટોમા અને ગ્લિઓબ્લાસ્ટોમા બાળપણની તમામ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની ગાંઠોમાં 10% હિસ્સો ધરાવે છે.

ગ્રેડ 3 એસ્ટ્રોસાયટોમા (એનાપ્લાસ્ટીક એસ્ટ્રોસાયટોમા) એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની ગાંઠનો એક પ્રકાર છે. તે તમારા મગજના સૌથી મોટા ભાગને લક્ષ્ય બનાવે છે અને એસ્ટ્રોસાઇટ્સ નામના તારા આકારના કોષોથી બનેલું છે. આ ગાંઠ ઝડપથી વધે છે અને નજીકના મગજની પેશીઓમાં ફેલાઈ શકે છે. ઉપલબ્ધ સારવાર વિકલ્પોમાં સર્જરી, રેડિયેશન અને કીમોથેરાપીનો સમાવેશ થાય છે.

વોકહાર્ટ હોસ્પિટલ્સ વિશે: કેરિંગ અને ઇનોવેશનના ટ્રેડિશન સાથેની અગ્રણી હેલ્થકેર સર્વિસ પ્રોવાઇડર, વોકહાર્ટ હોસ્પિટલ્સે 1989માં કોલકત્તામાં મેડિકલ સેન્ટર સાથે તેની પ્રથમ કામગીરી શરૂ કરી હતી. વોકહાર્ટ લિમિટેડ એ ભારતની પાંચમી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર ફર્મ છે, જે વિશ્વના 20 દેશોમાં પોતાની કામગીરી દર્શાવે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.