Western Times News

Gujarati News

વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનો મહેસાણામાં પ્રારંભ

તા.૧૯ એપ્રિલ સુધી રોજ રાત્રે ૮ વાગ્યાથી શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનું રસપાન

મહેસાણા, આધ્યત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત આસ્થા એકતા અને ઉર્જાના ધામ સમા વિશ્વ ઉમિયાધામમાં જગતજનની ઉમિયા ના વિશ્વના સૌથી ઉંચા મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે મંદિર નિર્માણની સાથે સાથે સંસ્થા દ્વારા વિવિધ પ્રકારની પ્રવૃતિઓ કરાઈ રહી છે.

જેના ભાગરૂપે વિશ્વ ઉમિયાધામ દ્વારા હું પણ પાયાનો પિલ્લર અભિયાન અંતર્ગત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો આયોજન થઈ રહ્યું છે. જેમાં મહેસાણા મુકામે પરમ પૂજય કથાકાર શ્રી રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી પુરાણાચાર્ય માનસ રત્ન ના સ્વમુખેથી શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞની શરૂઆત થઈ.

આ કાર્યક્રમ અંગે વાત કરતા વિશ્વ ઉમિયા ધામના પ્રણેતા એવમ પ્રમુખ શ્રી આર.પી. પટેલ જણાવે છે કે મહેસાણા શહેરમાં ૧૩ થી ૧૯ એપ્રિલ રોજ સાંજે ૮ થી ૧૧ કલાક સુધી મહેસાણામાં મોઢેરા રોડ સ્થિત અવસર પાર્ટી પ્લોટ ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે. મહેસાણા શહેરમાં ભવ્ય્‌ પોથીયાત્રા નીકળી હતી. જેમાં હજારો મા ઉમિયાના ભકતો જોડાયા હતા.

World Umiya Foundation Mr. R. P. Patel’s grand Shrimad Bhagwat Gyan Yagya at Mehsana

પોથીયાત્રા શ્રી સ્વામિનારાયણ મંદિર મોઢેરા રોડથી નીકળી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ આયોજન સ્થળ સુધી પહોંચી હતી. પોથીયાત્રામાં પ૦૧થી વધુ બહેનો જવારા સાથે જોડાઈ હતી. પોથીયાત્રામાં જગતજનની મા ઉમિયાના દિવ્યરથનું પણ પરિભ્રમણ કરાયું હતું.

વધુમાં શ્રી આર.પી. પટેલ જણાવે છે કે વિશ્વ ઉમિયાધામમાં મા ઉમિયાની દેવવાણીનો રણકાર નિરંતર સંભળાઈ રહ્યો છે. આ સ્થાનનો- આ ધરતીનો એક આગવો ઈતિહાસ લખાઈ રહ્યો છે. જયાં વિશ્વના સૌથી ઉંચા પ૦૪ ફૂટ જગતજનની મા ઉમિયાના આસ્થા – એકતા અને ઉર્જાના શક્તિ મંદિરનું નિર્માણ થઈ રહેલ છે

ત્યારે મંદિર નિર્માણના ગર્ભગૃહના દાતા તરીકે રૂ.૧પ લાખ અને મંદિર પરિસરના દાતા તરીકે રૂ.૧૧ લાખનો સહયોગ નોંધાવી ધર્મેસ્તંભના દાતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરો એવી અમારી વિનંતી છે, કારણ કે ધર્મસ્તંભના દાતા બનવાનું સૌભાગ્ય નસીબદારને જ પ્રાપ્ત થાય છે.

જગતજનની મા ઉમિયાના ઐતિહાસિક મંદિર નિર્માણમાં હું પણ પાયાનો પિલ્લર- હું પણ ભૂમિદાતા એવા ભાવ સાથે સર્વે સમાજના પરિવારોને વિશ્વની નવબી અજાયબી સમા મંદિર નિર્માણમાં સહભાગી બનાવવા શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરેલ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.