બદામમાંથી વિશ્વની પ્રથમ ખાદ્ય બેટરી બનાવવામાં આવી
નવી દિલ્હી, Instituto Italiano di Technologia એટલે કે ઇટાલિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના સંશોધકોની એક ટીમે સંપૂર્ણપણે ખાદ્ય અને રિચાર્જ કરી શકાય તેવી બેટરી બનાવી છે, જે આપણા રોજિંદા આહારના ભાગ રૂપે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે.
તાજેતરમાં જ આ અંગેનું સંશોધન એડવાન્સ્ડ મટિરિયલ્સ (એન એડિબલ રિચાર્જેબલ બેટરી) જર્નલમાં પ્રકાશિત થયું છે. તેનો ઉપયોગ શરીરની અંદર આપણા સ્વાસ્થ્યની દેખરેખ અને નિદાન તરીકે કરવામાં આવશે. આમાં બદામ અને ફૂડ સપ્લીમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં બે ઈલેક્ટ્રોડ છે, જે બદામના રિબોફ્લેવિનમાંથી અને ફૂડ સપ્લિમેન્ટમાં જાેવા મળતા કેવેનસેટિનમાંથી બને છે. ચારકોલ ઇલેક્ટ્રિક પ્રવાહના આવવા-જવાનું કામ કરશે.
world’s first edible and rechargeable battery
The world’s first edible and rechargeable battery made by the scientists at the Italian Institute of Technology, can power a small LED or other miniature electronic devices pic.twitter.com/z5ERYxyWvA
— Reuters (@Reuters) April 14, 2023
જ્યારે નોરી સીવીડનો ઉપયોગ તેને શોર્ટ સર્કિટથી બચાવવા માટે વિભાજક તરીકે કરવામાં આવ્યો છે.આ સીવીડ નોરી સીવીડ છે. મધપૂડામાંથી મેળવેલા મીણનો ઉપયોગ ઇલેક્ટ્રોડ પર કરવામાં આવ્યો છે, પછી તેને ખૂબ જ બારીક સોનાના પાંદડાઓથી વીંટાળવામાં આવ્યો છે, જે ખાઈ શકાય છે. તે પેટમાં પહોંચવાથી આપણા ખોરાકની ગુણવત્તા પર નજર રહેશે, સાથે જ રોગોનું નિદાન અને સારવાર પણ શક્ય બનશે.
હકીકતમાં, IIT સંશોધન જૂથે બાયોકેમિકલ રેડોક્સ પ્રતિક્રિયાઓમાંથી પ્રેરણા લીધી છે જે તમામ જીવંત પ્રાણીઓમાં થાય છે. બેટરી સેલ ૦.૬૫ વોલ્ટ પર કાર્ય કરે છે, એક વોલ્ટેજ જે માનવ શરીરની અંદર કોઈ સમસ્યા ઊભી ન કરવા માટે પૂરતો ઓછો છે.
સંપૂર્ણપણે ખાદ્ય રિચાર્જેબલ બેટરીનું આ ઉદાહરણ નવા ખાદ્ય ઇલેક્ટ્રોનિક પ્રયોગો માટેના દરવાજા ખોલશે. આ બેટરીના સેફ્ટી લેવલને જાેતાં તેનો ઉપયોગ બાળકોના રમકડાંમાં થઈ શકે છે. ઝેરી પદાર્થોના ઉપયોગ વિના સુરક્ષિત બેટરી બનાવવી એ એક પડકાર છે. ભવિષ્યમાં ખાદ્ય સોફ્ટ રોબોટ્સને પાવર આપવા માટે પણ આનું પરીક્ષણ કરવામાં આવશે.SS1MS