Western Times News

Gujarati News

મધ્યપ્રદેશમાં વિશ્વનો સૌથી ગરીબ પરિવાર મળી આવ્યો

જબલપુર, જો તમારે દુનિયાના સૌથી ગરીબ પરિવારને મળવું હોય તો તે મધ્યપ્રદેશના સાગરમાં રહે છે. જેની વાર્ષિક આવક માત્ર બે રૂપિયા છે. આશ્ચર્ય પામશો નહીં! આ સત્ય છે.

દસ્તાવેજી પુરાવો પણ છે. વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલ આવક પ્રમાણપત્રમાં આ રકમનો ઉલ્લેખ છે. આ પરિવારનો દાવો છે કે તેની પાસે માત્ર ૨ રૂપિયાની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર છે, જે બાંદાના તહસીલદારે પોતે સહી કરીને જારી કર્યું છે. વાસ્તવમાં, ખોખરા સાગર જિલ્લાના બાંદા તાલુકાનું એક ગામ છે. અહીં બલરામ ચધર નામે એક વ્યક્તિ રહે છે.

તેણે આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઈન અરજી કરી હતી જે આ વર્ષે ૮ જાન્યુઆરીએ જારી કરવામાં આવ્યો હતો. બલરામના કહેવા પ્રમાણે, જ્યારે તેણે ઓનલાઈન અરજી કરી હતી ત્યારે તેણે તેની વાર્ષિક આવક ૪૦,૦૦૦ રૂપિયા દર્શાવી હતી, પરંતુ ભૂલથી તાલુકા કારકૂને માત્ર ૨ રૂપિયા લખી દીધી હતી.

તહેસીલદારે પણ એ તરફ ધ્યાન આપ્યા વગર તેમણે માત્ર ૨ રૂપિયા ની વાર્ષિક આવકના પ્રમાણપત્ર પર સહી કરી દીધી હતી. હવે આ ગરીબ બલરામ ચૌધરને તહેસીલદારની બેદરકારીનો ભોગ બનવું પડી રહ્યું છે.

જેના કારણે તેના પુત્ર સૌરભ ચધરને શિષ્યવૃત્તિ મળી રહી નથી. જ્યારે પણ તે અરજી કરે છે, ત્યારે તેની અરજી ખોટા આવક પ્રમાણપત્રના આધારે નકારી કાઢવામાં આવે છે. બાંદા તહસીલના વર્તમાન તહેસીલદાર મહેન્દ્રસિંહ ચૌહાણે કહ્યું છે કે તે સુધારેલું પ્રમાણપત્ર ઇશ્યૂ કરી આપશે. જો કે, ત્યાં સુધી વિશ્વના સૌથી ગરીબ પરિવાર હોવાનો રેકોર્ડ બલરામ ચધરના નામે જ રહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.