માં વિશ્વભરી તિર્થયાત્રા ધામ-રાબડા ખાતે ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી
(પ્રતિનિધિ) વલસાડ, વલસાડના રાબડા ગામે લીલીછમ પ્રાકૃતિક સૌન્દર્યની વચ્ચે આવેલ સ્વર્ગસમાન માં વિશ્વભરી તિર્થયાત્રા ધામ ખાતે આગામી ચૈત્રી નવરાત્રી તા.૨૨-૦૩-૨૦૨૩ થી ૩૦-૦૩-૨૦૨૩ દરમ્યાન નવ દિવસ સુધી પ્રતિદિન સવારના ૬.૩૦ થી ૧૨.૩૦ રાજસૂય યજ્ઞ તેમજ રાત્રે ૯.૦૦ થી ૧૧.૦૦ રાશ ગરબાનો ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ચૈત્રી નવરાત્રીના આ મહોત્સવનો લાભ લેવા આવનારા દરેક ભાવિક ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.
રાજસૂય યજ્ઞનું ભારતીય સંસ્કૃતિમાં ખુબજ મહત્વ છે. દ્વાપરયુગમાં પાંડવોએ શ્રીકૃષ્ણ ભગવાનની ઉપસ્થિતીમાં રાજસૂય યજ્ઞ કર્યો હતો. કેટલાંય સદીઓ બાદ વર્તમાન સમયમાં માં વિશ્વભરી તિર્થયાત્રા ધામના સ્થાપક શ્રી મહાપાત્ર દ્વારા આ રાજસૂય યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. યજ્ઞ કરવાથી પર્યાવરણનું શુદ્ધિકરણ થાય છે તેમજ આવા યજ્ઞમાં દેવી-દેવતાઓ આહુતિ લેવા આવતા હોવાથી તેમની પ્રસન્નતા પણ પ્રાપ્ત થાય છે. આપણી ભારતીય મૂળ વૈદિક સંસ્કૃતિનો વારસો જળવાઈ રહે તેમજ વિશ્વમાં વૈદિક સંસ્કૃતિ ઉજાગર થાય તેવા ઉદેશ્યથી દરવર્ષે આ ધામમાં અર્વાચીન રાસગરબાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે.
આ ધામના સ્થાપક શ્રી મહાપાત્ર દ્વારા વર્ષ-૨૦૧૬માં માત્ર ૯૦ દિવસમાં અલૌકિક અને દિવ્ય એવા આ ધામનું નિર્માણ કરીને અહીં વૈચારિક ક્રાંતિની મશાલ પ્રજ્વલિત કરી છે જેનો પ્રકાશ વિશ્વના અસંખ્ય ઘર સુધી પહોંચ્યો છે. માત્ર ભારતવર્ષમાં જ નહી પણ સમગ્ર વિશ્વમાં અસંખ્ય લોકોએ અંધશ્રદ્ધા છોડીને પોતાના ઘરને મંદિર બનાવ્યા છે અને તેમાં સાત્વિક શક્તિ આરાધના કરવા લાગ્યા છે.
જેના કારણે લોકોમાં જબરજસ્ત પરિવર્તન આવ્યું છે તેમજ સત્ય ધર્મ અને કર્મના માર્ગે લોકો ચાલવા લાગ્યા છે. રાજસૂય યજ્ઞ તથા સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી જગતજનની-માં વિશ્વભરીનો દિવ્ય સંદેશ “ અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા વળો અને ઘરને જ મંદિર બનાવો”, વૈદિક વિચારધારા, ઓરિજિનલ ભક્તિ, મોક્ષ પ્રાપ્તિનો માર્ગ વિશ્વભરના પ્રત્યેક માનવી સુધી પહોંચે અને વિશ્વશાંતિ સ્થાપિત થાય, વિશ્વમાં વૈચારિક ક્રાંતિ પ્રસ્થાપિત થાય તેમજ નવયુગનું નિર્માણ થાય તેવા શુભ આશયથી આવા ચૈત્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. અલૌકિક એવા આ રાસગરબામાં જાણે કુળદેવીઓ સાક્ષાત ગરબે રમતા હોય તેવી અનુભૂતિ કરવા આ કાર્યક્રમનો લાભ લેવા દરેક ભાવિક ભક્તોને આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ છે. નવ દિવસ ચાલનારા આ મહોત્સવનું લાઇવ પ્રસારણ ર્રૂે્ેહ્વી પર તેમજ અનેક ટી.વી.ચેનલો પર કરવામાં આવશે.