શહેરા તાલુકાની ઔધોગિક વિકાસ નિગમની જમીન નહીં ફાળવવા લેખિત રજુઆત
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલના શહેરા તાલુકામાં આવેલ ગુજરાત ઔધોગિક વિકાસ નિગમની જમીન સરકારે જેતે સમયે ઔધોગિક વિકાસ થાય અને જીઆઇડીસી બને તે હેતુ થી ફાળવવામાં આવી હતી પરંતુ કોઈક કારણોસર નાના મોટા ઉદ્યોગો શરૂ ન થતા
આ જમીન ૯૯ વર્ષના ભાડા પટ્ટે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરા ના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ દ્વારા માંગણી કરવામાં આવતા જેના વિરોધમાં આજે શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા દ્વારા જિલ્લાના અધિક કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું .
આવેદનમાં જણાવ્યા અનુસાર ગુજરાત ઔધોગિક વિકાસ નિગમની જમીન શહેરા તાલુકામાં આવેલ હોય અને તે જમીન સરકારે જેતે સમયે ઔધોગિક વિકાસ માટે ફાળવી હતી પરંતુ કોઈ કારણોસર આ જગ્યા પર નાના મોટા ઉદ્યોગો શરૂ ન થતા આ જમીન શહેરા ના
ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે ૯૯ વર્ષના ભાડા પટ્ટે ખાતા નંબર –૧૧૨૫ વાળી જમીનની માંગણી કરેલ હોય અને જે બાબતની અરજી શહેરા રેવન્યુ ડિપાર્ટમેન્ટ માં કરેલ હોવાથી જેના વિરુદ્ધમાં શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકી દ્વારા જિલ્લા ના અધિક કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું
અને વધુમાં જેઠાભાઇ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે કે જેઠાભાઇ ભરવાડ પોતે જમીન લે-વેચ તથા લેન્ડ એસ્ટેટ ડેવલોપમેન્ટ નામની કંપની ધરાવતા હોય અને સરકારી સસ્તી જમીન લઈને શોપિંગ સેન્ટર પેટ્રોલ પંપ હોટલ જેવું બાંધકામ કરી ઊંચા ભાવે ભાડે જમીન આપી દર મહિને લાખો રૂપિયા ભાડું કમાવવા માટે આ જમીન લેવા માંગતા હોવાનો આક્ષેપ રજુઆતમાં કરવામાં આવ્યો છે
વધુમાં શહેરા તાલુકાના ચાંદલગઢ ખાતે આવેલ જંગલ ખાતાની જમીન રાજકીય વગ નો ઉપયોગ કરીને નામે કરી લીધેલ હોવાનો પણ આક્ષેપ તેઓ પર કરવામાં આવ્યો છે શહેરા માર્કેટિંગ યાર્ડની જમીન ભાડે લઈને ત્યાં પણ શોપિંગ સેન્ટર બનવવામાં આવેલ હોય તેમજ અમદાવાદ ઔડાની જમીન પણ તાજેતરમાં લીધેલ હોય
જે બાબતે સરકારી એજન્સીઓ દ્વારા તેઓની બે નામી સંપત્તિ કેટલી છે તેની પણ તપાસ કરવા માટેની માંગ કરવામાં આવી હતી વધુમાં જાે ઔધોગિક વિકાસ નિગમની જમીન જેઠાભાઇ ભરવાડને ફાળવવામાં આવશે તો લોકસભા સંસદ ભવનની બહાર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.