રોંગ સાઈડમાં આવતી બોલેરોએ બાઈકને ટક્કર મારીઃ 3 યુવાનોનાં મોત
મોડાસા, હિંમતનગરથી વિજાપુર માર્ગ પર આવેલ લાલપુર ગામની આવેલ સીમમાં ઉત્તરાયણના આગલા દિવસે રોંગ સાઈડમાં અને પૂરઝડપે આવતા બોલેરો ડાલાના ચાલકે સામેથી આવતી રાજસ્થાન રાજ્યના પાસિંગની બાઈકને ટક્કર મારતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં રાજસ્થાનના બે યુવકોના ઘટનાસ્થળ પર અને એક યુવકનું સારવાર દરમિયાન મોત થયા હતા. આ ત્રણેયના મોતથી તેમના પરિવારજનોમાં ભારે અરેરાટી સાથે શોધ પ્રસર્યો હતો.
હિંમતનગર-વિજાપુર રોડ પર લાલપુર ગામની સીમમાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બોલેરો ડાલા નં.જીજે-૭ર ઝેડ-ઝેડ-૪૩૮૬ના ચાલકે વાહનને બેદરકારીથી પૂરઝડપે વાહન હંકારી સામેથી આવતી પલ્સર બાઈક નં.આરજે-૧ર-જેએસ ૭૯૯૩ને ટક્કર મારતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જે ગોઝારા અકસ્માતમાં બાઈક પર સવાર જીવન પ્રકાશ ખરાડી (ઉ.વ.ર૦), કાન્તીલાલ ખરાડી (ઉ.વ.ર૦)નું ઘટના સ્થળ મોત નિપજ્યા હતા
અને રાજેન્દ્ર ઉર્ફે રાજેશ ડિંડોર (ઉ.વ.૧૮)નું સારવાર દરમિયાન મોત થતાં કુલ ૩ યુવકોના મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જનાર ડાલા ચાલક નૌશાદઅલી શૌકતઅલી સૈયદ પુકત વયના (રહે.વિજાપુર)ની પોલીસે ધરપકડ કરી અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.