WTCમાં રવિન્દ્ર જાડેજાના સારા પર્ફોર્મન્સ માટે બહેને કરી પ્રાર્થના
રાજકોટ, આઈપીએલ પૂર્ણ થયા બાદ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થઈ ગઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બનવા આતુર છે. બન્ને ટીમ ટેસ્ટ મેચ માટે ખૂબ જ મહત્વની ગણાતી આ મેચ જીતવા માટે એડીચોંટીનું જાેર લગાવી રહી છે.
બન્ને તેમના ચાહકો દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે, ત્યારે તાજેતરમાં જ રમાયેલી આઇપીએલની મેચમાં ચેન્નાઈને ચેમ્પિયન બનાવનાર રવિન્દ્ર જાડેજા પર પણ સૌ કોઈની નજર છે. આવામાં રવિન્દ્ર જાડેજાના મોટા બહેન નયનાબા જાડેજા પણ પોતાના ભાઈ રવિન્દ્ર જાડેજાના સારા પરફોર્મન્સ માટે પ્રાર્થના કરી રહ્યા છે. WTC India vs Australia
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં એકમાત્ર સ્પિનર તરીકે રવિન્દ્ર જાડેજાની પસંદગી થઈ છે, ત્યારે રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ વાતચિતમાં કહ્યું હતું કે, ભાઈ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમી રહ્યા છે, ત્યારે તેમના માટે ખૂબ જ ખુશીની વાત છે. આઇપીએલ પૂર્ણ થયા બાદ પણ ભાઈ સાથે જ્યારે વાત થઈ ત્યારે પણ તેમણે કહ્યું હતું કે, તે વર્લ્ડ ચેસ્ટ ચેમ્પિયનશિપ જીતશે.
હર હંમેશ એક બહેન તરીકે ભાઈ રવિન્દ્ર જાડેજા માટે તેમણે પ્રાર્થના કરતા જ હોય છે અને ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતે એવી આશા પણ નયનાબા જાડેજાએ વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે, ક્રિકેટર રવિન્દ્ર જાડેજા જ્યારે પણ કોઈ મોટી ટૂર્નામેન્ટ રમવા જાય છે ત્યારે તેમના બહેન નયનાબા તેમના કુળદેવી આશાપુરાને પ્રાર્થના કરતા હોય છે. નયના બાનો રવિન્દ્ર જાડેજાના કેરિયરમાં ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ તેમના બાળપણમાં માતા ગુમાવ્યા બાદ તેમને તેમના મોટા બહેન નયના બાનો સપોર્ટ મળ્યો હતો.SS1MS