WWE રેસલર જાેન સીનાએ શૅર કરી બિગ બીની તસવીર

નવી દિલ્હી: WWE સુપરસ્ટાર જાેન સીના ભલે હાલ રિંગમાં જાેવા મળતો ન હોય પરંતુ તે હંમેશા ચર્ચામાં રહે છે. જાેનસીનાને ભારત પ્રત્યે પણ અપાર પ્રેમ છે અને તેનો આ ભારત પ્રેમ અવારનવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પણ જાેવા મળે છે. વર્ષ ૨૦૦૫થી જાેનસીનાની ચડતી શરુ થઈ અને આ જ કારણોસર તે ૧૬ વાર ચેમ્પિયન હોવાની સાથે જ પ્રો રેસલર્સમાંથી એક બની શક્યો. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર કોરોનાના સંક્રમણની ઝપેટમાં છે. હવે જાેન સીનાએ પણ બન્નેની તસવીર શૅર કરી હતી.
અમિતાભ બચ્ચનની ફેમિલી કોરોનાથી સંક્રમિત છે અને ફેન્સ તેમના સ્વાસ્થ્ય માટે કામના કરી રહ્યાં છે. જાેનસીનાએ પણ પ્રતિક્રિયા આપતા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની એક તસવીર શૅર કરી છે. આ તસવીરમાં અમિતાભ બચ્ચન પરંપરાગત આઉટફીટમાં તો અભિષેકે બ્લેક કલરનો સૂટ પહેરેલો છે. જાેકે, જાેનસીનાએ ભલે કોઈ કેપ્શન નથી લખ્યું પરંતુ સોશિયલ મીડિયા યૂઝર્સ તેની આ તસવીરને બચ્ચન પરિવાર માટે શુભકામનાઓની રીતે જાેઈ રહ્યાં છે.
જાેનસીનાનો બોલિવૂડ પ્રેમ પણ અજાણ નથી. થોડા દિવસો પહેલા તેણે શાહરુખ ખાન અને જેકી ચાન સાથે તસવીર પોસ્ટ કરી હતી. તો જ્યારે સુશાંત સિંહે આત્મહત્યા કરી હતી તો ત્યારે પણ જાેન સીનાએ બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શેર કરીને તેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.આ પહેલા જાેનસીનાએ ઈરફાન ખાનને પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.