સ્વજનોની હાલાકી નિવારવા સયાજી હોસ્પિટલમાં ઝેરોક્ષની વ્યવસ્થા કરવામાં આવી
વડોદરા, સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા પી.એમ. જય જેવી યોજનાઓના લાભને પાત્ર દર્દીઓને જરૂરી દસ્તાવેજોની ઝેરોક્ષ જમાં કરાવવી જરૂરી બને છે. ખાસ કરીને મોડી રાત્રે આવી ઝેરોક્ષ જમાં કરાવવાની જરૂર પડે ત્યારે દર્દીઓ સાથેના સ્વજનોને દોડાદોડી કરવી પડતી અને મુશ્કેલી અનુભવાતી.
સયાજી હોસ્પિટલના તંત્રના ધ્યાને આ બાબત આવતા તેના નિવારણના પગલાં લેવામાં આવ્યા છે.આ અંગે જાણકારી આપતાં તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે પ્રતિકૂળ સમયે ઊભી થતી ઝેરોક્ષ નકલો હોસ્પિટલમાં જ નીકળે તેવા હેતુસર અમે ઝેરોક્ષ મશીનની તાત્કાલિક વ્યવસ્થા કરી છે
અને તેની સંચાલન સેવા સંસ્થા દીપક ફાઉન્ડેશનના માધ્યમ થી હેલ્પ ડેસ્ક થી કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.સેવા સંસ્થા દ્વારા સંચાલન થી તેનો સુવ્યવસ્થિત ઉપયોગ અને નિભાવણી સરળ બનશે.આ વ્યવસ્થા ટુંક સમયમાં કાર્યાન્વિત કરી દેવામાં આવશે.