મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નવી એસયુવી XUV 3XO લોન્ચ કરવાની તૈયારીમાં
#EverythingYouWant&More
- વર્લ્ડ પ્રિમિયર 29 એપ્રિલે – મહિન્દ્રાની લેટેસ્ટ એસયુવીની રજૂઆત માટે તૈયાર થઈ જાઓ જે નવીનતા તથા ઉત્કૃષ્ટતાના નવા માપદંડો સર્જે છે
- તમે જે ઈચ્છો છો તે અને તેનાથી વધુ – દિલધડક પર્ફોર્મન્સ, આધુનિક ટેક્નોલોજી, અનોખી ડિઝાઈન અને અદ્વિતીય સુરક્ષાના મિશ્રણના વચન સાથે XUV 3XO આધુનિક શહેરી ગ્રાહકોની આકાંક્ષાઓને વટાવવા માટે તૈયાર કરવામાં આવી છે
- 3X ફેક્ટર – XUV 3X0 એ મહિન્દ્રા ગ્રુપ તરફથી ત્રણ ગણી ઉત્સુકતા અને રોમાંચકતા ઓફર કરતી બોનાન્ઝા છે
મુંબઈ, 4 એપ્રિલ, 2024 – ભારતની અગ્રણી એસયુવી ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની અત્યંત આતુરતાથી રાહ જોવાતી હતી તે એસયુવીનું નામ આજે જાહેર કર્યું છે, XUV 3XO (જે એક્સયુવી થ્રીએક્સઓ તરીકે બોલાશે). 29 એપ્રિલે વિશ્વભરમાં લોન્ચ થનારી આ એસયુવી કેટેગરીમાં નવા માપદંડો નક્કી કરશે અને એક્સયુવી બ્રાન્ડના ડીએનએ જેના માટે વખણાય છે તે સોફિસ્ટિકેશન અને મોર્ડન ટેક્નોલોજી ધરાવશે. XUV 3XO: The Newest SUV from Mahindra #EverythingYouWant&More.
તમે જે ઇચ્છો છો તે અને બીજું ઘણુંબધું ડિલિવર કરવા માટે તૈયાર કરાયેલી XUV 3XO ખરા અર્થમાં મહિન્દ્રા એસયુવીના મહત્વને સાર્થક કરે છે. તે શહેરી ડ્રાઇવર્સની આકાંક્ષા સંતોષવા માટે દિલધડક પર્ફોર્મન્સ, અત્યાધુનિક ટેક્નોલોજી, અનેરી ડિઝાઈન અને અદ્વિતીય સુરક્ષાને સરળતાથી ઇન્ટિગ્રેટ કરે છે. દરેક સફરમાં ત્રણગણી અપીલ સાથે તે એસયુવી ઓનરશિપના તમામ તબક્કામાં અપેક્ષાઓથી આગળ વધે છે.
XUV 3XO એ આગળ વધી રહેલા લોકોની મહત્વાકાંક્ષા સાથે મેળ ખાય છે અને તેનું નામ “CXO” દ્વારા દર્શાવાયેલી ઊંચાઈનું પ્રતિબિંબ પાડે છે. તેના સેગમેન્ટ અગ્રણી ફીચર્સ સાથે આ એસયુવી એવા લોકો માટે છે જેઓ તેમના જીવનના દરેક તબક્કે ઉત્કૃષ્ટતા ઇચ્છે છે. નવી XUV 3XO મહારાષ્ટ્રના નાસિકમાં કંપનીના ઉત્પાદન એકમમાં ઉત્પાદિત કરવામાં આવશે.