યામાહાએ ગુજરાતમાં ત્રણ નવા બ્લુ સ્કેવર પ્રિમિયમ આઉટલેટની શરૂઆત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/Global-Motors_Blue_Square_Ahmedabad-1024x1065.jpeg)
ધ કોલ ઓફ ધ બ્લુ કેમ્પેઈન હેઠળ, પ્રિમિયમ આઉટલેટને આકર્ષક ગ્રાહક અનુભવ ઓફર કરવા ડિઝાઈન કરવામાં આવ્યા છે.
અમદાવાદ, ભારતના બજારમાં તેના પ્રિમિયમ રીટેલની હાજરને મજબુત બનાવવાની પ્રતિબદ્ધતા સાથે, ઈન્ડિયા યામાહા (આઈવાયએમ) પ્રાઈવેટ લીમીટેડે, આજે 3 નવા ‘બ્લુ સ્કેવર’ આઉટલેટની શરૂઆતની જાહેરાત કરી હતી.
એક બ્લુ સ્કેવર શોરૂમ અમદાવાદમાં રજૂ કરવામાં આવ્યો, જે ગ્લોબલ મોટર્સના બેનર હેઠળ નવરંગપુરા વિસ્તારમાં (1612 સ્કે. ફુટ), જ્યારે બીજા બે બ્લુ સ્કેવર પ્રિમિયમ આઉટલેટ્સની રજૂઆત બરોડામાં, હર્ષીલ મોટર્સના બેનર હેઠળ નિઝામપુરા વિસ્તારમાં અને યેતી વ્હિલ્સના બેનર હેઠળ સરદાર એસ્ટેટ વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યા.
આ ત્રણે શોરૂમને શરૂઆતથી અંત સુધીની, સર્વિસ, અને સ્પેર્સ સપોર્ટની સેવાઓ પુરી પાડવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે.
યામાહાના “બ્લુ સ્કેવર” શોરૂમને સમુદાયની ભાવનાઓને પ્રોત્સાહન આપવા અને જે મુખ્યત્વે ગ્રાહક-કેન્દ્રિત બ્રાન્ડ અનુભવ સ્થાપિત કરવા પર કેન્દ્રિત છે, તેના થકી તેમના માટે પ્લેટફોર્મ તૈયાર કરે છે જે કંપનીની નૈતિકતા સાથે સંપર્ક કરી શકે તેના માટે તૈયાર કરવામાં આવ્યા છે.
દરેક બ્લુ સ્કેવર આઉટલેટ વૈશ્વિક મોટરસ્પોર્ટ્સમાં બ્લુ જે બ્રાન્ડના રેસીંગના ડીએનએને હાઈલાઈટ કરે છે તેની સાથેની યામાહાની ભૂમિકાને પ્રદર્શિત કરે છે અને સ્કેવર યામાહાની દુનિયામાં પ્રવેશને પ્રદર્શિત કરે છે. દરેક ‘બ્લુ સ્કવેર’ આઉટલેટને બ્રાન્ડની રેસીંગ હેરીટેજની સાથે વિઝ્યુઅલી કનેક્ટ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે, અને તેને આ આઉટલેટના બહારના ભાગમાં દેખાતી પ્રદર્શનની રૂપરેખા અને બ્લુ થીમ આધારિત ઈન્ટીરીયર પરથી જોઈ શકાય છે.
આ પ્રસંગે વાત કરતાં, શ્રી ઈશીન ચિહાના, ચેરમેન, યામાહા મોટર ઈન્ડિયા ગ્રુપ ઓફ કંપનીઝ જણાવે છે કે હું ધ કોલ ઓફ ધ બ્લુ બ્રાન્ડ કેમ્પેઈન હેઠળ ત્રણ નવા બ્લુ સ્કેવર પ્રિમિયમ આઉટલેટની ગુજરાતમાં રજૂઆતની જાહેરાત કરતાં ખુબ જ ખુશ છું. આ રજૂઆત અમારી પશ્ચિમ વિસ્તારમાં અમારી હાજરીને વધુ વિસ્તરીત કરવામાં મદદ કરશે.
આ પ્રિમિયમ આઉટલેટ યામાહા બ્રાન્ડના આંતરરાષ્ટ્રીય મોટરસ્પોર્ટ્સમાં સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરે છે. આ બ્લુ સ્કેવર શોરૂમ્સ ખાતે, અમે ગ્રાહકોને નવીનત્તમ ખરીદી અને માલીકીનો અનુભવ પુરો પાડવા ઈચ્છીએ છે. એક્સક્લુઝીવ આઉટલેટનો દેખાવ અમારા ગ્રાહકોને બ્રાન્ડ સાથે સંપર્ક કરવામાં, પ્રોડક્ટ વિશે માહિતી મેળવવામાં અને યામાહા એસેસરીઝ અને એપર્લ્સની શ્રેણીને જોવામાં સક્ષમ બનાવશે.
AEROX 155 સિવાય જે ખાસ એક્સક્લુઝીવ બ્લુ સ્કેવર શોરૂમ્સ પર જ વેચાય છે તેના સિવાય, પ્રિમિયમ આઉટલેટમાં બીજા આકર્ષક યામાહા મોટરસાઈકલ્સ અને સ્કુટર્સ ત્યારબાદ સચોટ એસેસરીઝ, એપર્લ્સ અને સ્પેર પાર્ટ્સને પ્રદર્શિત કરે છે. શોરૂમ્સ ગ્રાહકો માટે બ્લુ સ્ટ્રીક્સ રાઈડર કોમ્યુનિટીનો ભાગ બનવા માટેના એક પ્લેટફોર્મ તરીકે પણ કામ કરશે, જેના દ્વારા તેઓ તેમના જેવા યામાહા રાઈડર્સ સાથે જોડાઈ અને તેમના યામાહા મશીન્સનો અનુભવ મેળવી શકશે.
યામાહા પાસે હવે 90થી વધુ બ્લુ સ્કેવર શોરૂમ્સ ભારતભરમાં કાર્યરત છે, જેમાં પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, પોન્ડીચેરી, કર્નાટકા, ઝારખંડ, ઓરીસ્સા, અસામ, મધ્ય પ્રદેશ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, જમ્મુ એન્ડ કાશ્મીર, છત્તીસગઠ, બિહાર, દિલ્હી, અને બીજા ઉત્તર-પુર્વિય રાજ્યોમાં શોરૂમ ધરાવે છે.