યામી અને પ્રતીકની ‘ધૂમ ધામ’નાં ટીઝરમાં ધમાચકડી
મુંબઈ, પ્રતીક ગાંધી અને યામી ગૌતમ જેવા ટેલેન્ટેડ કલાકારો એક સિચ્યુએશનલ કોમેડી ફિલ્મ ‘ધૂમ ધામ’માં એક સાથે આવી રહ્યાં છે. સોમવારે તેનું ટીઝર લોંચ કરવામાં આવ્યું, આ પહેલાં પ્રતીક, યામી અને ફિલ્મની ટીમ દ્વારા અખબારમાં લગ્ન વિષયક જાહેરાતમાં ચમકતાં પ્રતીક અને યામીના ફોટો સહિતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થઈ રહી હતી.
સોમવારે આ ફિલ્મનું ટીઝર લોંચ કરવામાં આવ્યું, જેમાં ફિલ્મની ધમાકેદાર સ્ટોરીની ઝલક મળે છે. જેમાં આ કપલની લગ્નની પહેલી રાતની ધમાલની વાત છે.
પહેલી વખત પ્રતીક અને યામી એક ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મ રિશભ શેઠ ડિરેક્ટ કરશે અને બી૬૨ અને જિઓ સ્ટુડિયોઝ આ ફિલ્મ પ્રોડ્યુસ કરશે. ‘ધૂમ ધામ’માં એવી વાર્તા છે, જેમાં એક યામી અને પ્રતીકના લગ્ન થાય છે અને જેવા તેઓ સાત જન્મના વચન લે છે એવી તેમની લગ્નની રાતમાં ધમાલ મચી જાય છે.
યામી કોયલનું પાત્ર ભજવે છે જે એક બિન્દાસ્ત અને આઝાદ છોકરી છે જ્યારે પ્રતીક વીરનું પાત્ર ભજવે છે, બંનેના વિરોધાભાસી સ્વભાવ છતાં તેઓ એકસાથે આવે છે અને લગ્ન કરવાનું નક્કિ થાય છે. આ ટીઝરમાં યામી હાથમાં બંદૂક કાઢતી દેખાય છે, જે જોઈને ભોળો અને શરમાળ પ્રતીક આઘાત પામે છે.
આ એક રોલરકોસ્ટર જેવી ફિલ્મ છે. ફિલ્મના પ્રોડ્યુસર્સ આદિત્ય ધર અને લોકેશ ધરે એક નિવેદનમાં કહ્યું,“અમારે ધૂમ ધામમાં કશુંક નવું, અલગ અને મજા પડે એવું બનાવવા માગતા હતા, જેમાં હ્યુમર, કેઓસ, એક્શન, રોમાન્ય બધું જ નવી રીતે દર્શાવાશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે, જેથી અમે ગ્લોબલ ઓડિયન્સ સુધી પહોંચી શકીએ. આ કામ યામી અને પ્રતિકે બખૂબી નિભાવ્યું છે.”SS1MS