Western Times News

Gujarati News

શાહબાનો કેસ આધારિત ફિલ્મમાં યામી ગૌતમ-ઈમરાન હાશમીના લીડ રોલ

મુંબઈ, અધિકાર માટે મુસ્લિમ મહિલાની લડતનું પ્રતીક બનેલાં શાહબાનોના જીવન આધારિત ફિલ્મ બની રહી છે, જેમાં યામી ગૌતમ અને ઈમરાન હાશમી લીડ રોલ કરવાના છે.

આઝાદ ભારતમાં ઐતિહાસિક દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા આ કેસમાં ૪૦ વર્ષ અગાઉ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. ચુકાદાની ૪૦મી જયંતી નિમિત્તે શાહબાનોના જીવન આધારિત ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે.

૧૯૮૫ના વર્ષમાં સુપ્રીમ કોર્ટે શાહબાનો વર્સીસ અહેમદ ખાન કેસમાં ચુકાદો આપ્યો હતો. મુસ્લિમ પર્સનલ લોની જોગવાઈઓ અને મહિલા અધિકાર બાબતે લડતના પ્રતીક તરીકે આ કેસને જોવામાં આવે છે. ભારતના બંધારણીય ઈતિહાસમાં મોટું પરિવર્તન લાવનારા આ કેસમાં સામાજિક અને કાનૂની ક્ષેત્રની આંટીઘૂંટીઓ જોવા મળશે.

ફિલ્મમાં યામીની પસંદગી શાહબાનોના રોલ માટે થઈ છે, જ્યારે ઈમરાન હાશમી શાહબાનોના પતિ અહેમદ ખાનનો રોલ કરશે. આર્થિક સંસાધનો અને સમાજના સહકાર વગર મક્કમતા સાથે પોતાની લડત લડનારી શાહબાનોએ ધર્મના નામે મહિલાઓ પર થતા અત્યાચારનો વિરોધ કર્યાે હતો.

આ કેસ દિવસો સુધી ચર્ચામાં છવાયેલો રહ્યો હતો. ભારતીય લોકશાહી અને બંધારણની ટોચની ૧૦ ઘટનામાં શાહબાનો કેસનો સમાવેશ થાય છે.

સુપ્રીમ કોર્ટે આ કેસનો ચુકાદો આપ્યા પછી ખળભળાટ મચી ગયો હતો અને તત્કાલીન સરકારે મતદારોને રીઝવવા માટે બંધારણમાં ફેરફાર કરી ચુકાદો ઉથલાવ્યો હતો. શાહબાનો કેસ પર ફિલ્મ એવા સમયે આવી રહી છે, જ્યારે સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ અને એક દેશ એક કાયદાની ચર્ચા ચાલી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.