યશ ‘ટોક્સિક’ની ગ્લોબલ રિલીઝ માટે હોલિવૂડ સાથે હાથ મિલાવશે
મુંબઈ, સાઉથ સ્ટાર યશ હાલ વધુ એક ગેંગ્સ્ટર ડ્રામા ફિલ્મ ‘ટોક્સિક’ના શૂટમાં વ્યસ્ત છે. આ ફિલ્મ નેશનલ એવોર્ડ વિજેતા મલાલમ ડિરેક્ટર ગીથુ મોહનદાસ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. તાજેતરમાં કેટલાક એવા અહેવાલો આવ્યા છે કે આ ફિલ્મને સમગ્ર દેશમાં મોટા પાયે રિલીઝ કરવાની સાથે વિશ્વકક્ષાએ પણ વધુ શો મળે અને વધુ સ્ક્રીન મળે તે માટેની તૈયારી થઈ રહી છે.
યશ અને ફિલ્મના પ્રોડ્યુસર વેંકટ કે. નારાયણા હોલિવૂડના જાણીતા પ્રોડ્ક્શન અને ડિસ્ટ્રીબ્યુશન હાઉસ ૨૦ સેન્ચ્યુરી ફોક્સ સાથે ફિલ્મની ઇન્ટરનેશનલ રિલીઝ માટે વાટાઘાટો કરી રહ્યા છે.
યશ અને ફિલ્મની ટીમ માને છે કે તેમની ફિલ્મમાં વિશ્વ કક્ષાએ રિલીઝ કરીને નવી કેડી કંડારવાની ક્ષમતા છે, ત્યારે તેઓ કોઈ પણ તક જતી કરવા માગતા નથી. આ વર્ષના ઉનાળા સુધીમાં આ અંગે અધિકૃત માહિતી જાહેર કરવામાં આવશે. ટોક્સિકમાં યશ સાથે કિઆરા અડવાણી લીડ રોલમાં જોવા મળશે.
આ ફિલ્મ ડિસેમ્બર ૨૦૨૫માં કન્નડ, હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં એકસાથે રિલીઝ કરવાનો મેકર્સનો પ્લાન છે. આ સિવાય આ ફિલ્મ કેટલીક ફોરન લેંગ્વેજમાં પણ રિલીઝ થશે. કેજીએફની દુનિયામાં હાહાકાર મચાવ્યા બાદ હવે ટોક્સિકમાં યશનું કેવું સ્વરૂપ જોવા મળશે તે જોવા માટે યશના ફૅન્સ અને ઇન્ડસ્ટ્રી આતુર છે.SS1MS