યશસ્વીના શાનદાર ૧૭૯* રન, ભારતના પ્રથમ ઈનિંગ્સમાં ૬/૩૩૬
વિશાખાપટ્ટનમ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ વિશાખાપટ્ટનમમાં રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએક્રિકેટ સ્ટેડિયમ દ્વારા યોજવામાં આવી રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. રોહિત અને યશસ્વીએ ઇનિંગની શરૂઆત કરી હતી. ભારતે પહેલા દિવસે સ્ટમ્પ સુધી છ વિકેટે ૩૩૬ રન બનાવ્યા છે.
ભારતની પહેલી વિકેટ ૪૦ રન પર રોહિત શર્માના રૂપમાં પડી હતી. રોહિત ૧૪ના અંગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી યશસ્વીએ શુભમન ગિલ સાથે મળીને બીજી વિકેટ માટે ૪૯ રન જાેડ્યા હતા, પરંતુ ગિલ ૩૪ રનના સ્કોરે જેમ્સ એન્ડરસનના હાથે પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો.
શ્રેયસ ઐયરે૧૭૯ રનના સ્કોર પર હાર્ટલી સામે પોતાની વિકેટ ગુમાવી હતી. ઐયર૨૭ના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. યશસ્વીની સાથે તેણે ત્રીજી વિકેટ માટે ૯૦ રનની ભાગીદારી કરી હતી. આ પછી પોતાની પ્રથમ મેચ રમી રહેલા રજત પાટીદાર ક્રિઝ પર આવ્યો હતો જે રેહના અહેમદના બોલનો શિકાર બન્યો હતો.
રજતને લાગ્યું કે તેણે બોલ પર કંટ્રોલ કરી લીધો છે, પરંતુ બાઉન્સને કારણે બોલ બેલ્સને અથડાયો અને તે આઉટ થઈ ગયો અને ૩૨ રન પર પેવેલિયન પરત ફર્યો. પાટીદારે તેની પ્રથમ મેચ ઇન્ડિયાવિ.ઇંગ્લેન્ડની બીજી ટેસ્ટમાં યશસ્વી સાથે ૭૦ રન ઉમેર્યા હતા. આ પછી અક્ષર પટેલે ૨૭ રન પર શોએબ બશીરને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.
ભારત માટે યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી અને તે ૧૭૯ રન પર રમી રહ્યો છે. તેણે ૧૫૧ બોલમાં સિક્સર વડે પોતાની સદી પૂરી કરી હતી. ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીર અને રેહાન અહેમદે ૨-૨ વિકેટ લીધી છે. આ સિવાય જેમ્સ એન્ડરસન અને ટોમ હાર્ટલીએ ૧-૧ વિકેટ લીધી છે. SS2SS