યશની કેજીએફ-૩ની જાહેરાત, પ્રોડક્શન હાઉસે ફિલ્મ કન્ફર્મ કરી

મુંબઈ, રોકીની સ્ટોરી આજ સુધી અધુરી રહી છે, ત્યારે હવે ફિલ્મના હોમબેલ પ્રોડક્શનના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફિલ્મના ત્રીજા ભાગની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે એવી પણ આશા છે કે આ ફિલ્મ બહુ જલ્દી રિલીઝ થઈ જશે.
ઘણા વખતથી તેના આગામી ભાગ અંગે ચર્ચાઓ ચાલતી હતી. ત્યારે ‘કેજીએફ ચેપ્ટર ૨’નાં ત્રણ વર્ષ પૂરાં થતાં હોમબેલ ફિલ્મ્સ દ્વારા તેના ત્રીજા ભાગની પણ જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મનું કામ શરૂ થઈ ચૂક્યું છે અને ૨૦૨૫માં જ થિએટરમાં આવી જાય એવી શક્યતા છે.
પ્રશાંત નીલની આ ફિલ્મથી યશ સાઉથના સુપરસ્ટારમાંથી એક નેશનલ હિરો બની ગયો હતો. સમગ્ર દેશમાં તેના ફૅન્સ અચાનક વધી ગયા હતા. આ ફિલ્મમાં રાજા ખ્રિશ્નપ્પા બૈર્યા એટલે કે રોકીભાઈ નામના ગેંગ્સ્ટરની વાત છે, જે મુંબઇની ગલીઓમાંથી કોલારની રક્ત રંજિત સોનાની ખાણોનો બાદશાહ બની જાય છે. ઇન્ડિયન ફિલ્મની ઘણી લોકપ્રિય અને રસપ્રદ ફિલ્મ બની રહી હતી.
ફિલ્મનો બીજો ભાગ ૧૪ એપ્રિલ, ૨૦૨૨ના દિવસે રિલીઝ થઈ હતી. આ રીતે આ એક મોટી ળેન્ચાઈઝી બની ગઈ હતી. તેની ભાવુક વાર્તા અને યશ, રવિના ટંડન અને સંજય દત્ત જેવા કલાકારોના યાદગાર અભિનયથી આ ફિલ્મ ભારતીય ફિલ્મોમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ હતી. હવે ત્રણ વર્ષ પછી તેના ત્રીજા ભાગની જાહેરાત કરવામાં આવી છે
. તેમણે સોશિયલ મીડયા પર કરેલી પોસ્ટમાં લખ્યું હતું,“એક રાક્ષસી વાવાઝોડાએ મોટા પડદા પર તોફાન લાવી દીધું હતું, જેણે થિએટરમાં ઉજવણીનો માહોલ બનાવી દીધો હતો અને સોનાનો વારસો જડી દીધો હતો.” આ સાથે એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો. તેથી યશના ફૅન્સ પણ ખુશ થઈ ગયા હતા. હોમબેલ ફિલ્મ્સે અગાઉ પણ જાહેરાત કરી હતી.
એ મુજબ કેજીએપ ૩નું કામ ૨૦૨૩ના અંતમાં શરૂ થવાનું હતું. ફિલ્મ ૨૦૨૫માં રિલીઝ પણ થવાની હતી. જોકે, આ ફિલ્મની કાસ્ટ અને વાર્તા વિશે કોઈ જાહેરાત થઈ નથી. તેથી હવે આ ફ્રેન્ચાઇઝીની ફૅન્સ યશના રોલની જ રાહ જોશે.SS1MS