યશવર્ધન બાબિલ ખાન સાથે ડેબ્યુ કરે તેવી શક્યતા
મુંબઈ, થોડાં વખત પહેલાં ગોવિંદાની પત્ની સુનિતા આહુજા અને તેની દિકરી ટીનાએ થોડાં વખત પહેલાં એક ઇન્ટરવ્યુમાં વાત કરી હતી કે કઈ રીતે નેપોટીઝમે તેની કૅરિઅર પર અસર કરી છે. તે તો પોતાની કારકિર્દી શરૂ પણ ન કરી શકે, જ્યારે યશવર્ધન આહુજા હવે ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવાની તૈયારી કરતો હોય એવું લાગે છે.
‘કલર ફોટો’નામની નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મના પ્રોડ્યુસર સાઈ રાજેશ સાથે યશવર્ધન ડેબ્યુ કરવાનો છે. એક અહેવાલ મુજબ બાબિલ ખાન પણ આ ફિલ્મમાં કામ કરવાનો હોવાની ચર્ચા છે. બાબિલ આ પહેલાં ‘ધ રેલ્વે મેન’ અને ‘કલા’ જેવી ફિલ્મોમાં પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી ચૂક્યો છે.
આ નામો પરથી એવું લાગે છે કે ડિરેક્ટર આ બે કલાકારોવાળી ફિલ્મમાં કોઈ એવા કલાકારને લેવા માગતા હતા જેની પોતાની કળા પર સારી પકડ હોય. બાબિલ ખાનમાં એ ક્ષમતા છે અને તેણે એક્ટિંગની ધોરણસરની તાલીમ પણ લીધી છે, જેનાથી તે કોઈ પણ પાત્ર સારી રીતે નીભાવી શકે છે.
આ પાત્રમાં ઘણું પેશન અને ઊંડાણ હશે. આ એક લવસ્ટોરી છે, જેને સાઇ રાજેશ ડિરેક્ટ કરશે અને અલ્લુ અરવિંદ, મધુ મંટેના અને એસકેએન ફિલ્મ્સ પ્રોડ્યુસ કરશે. આમિરના દિકરા જુનૈદની જેમ યશવર્ધને પણ શાંતિથી અને કૅમેરાથી દૂર રહીને પોતાની અભિનય ક્ષમતા પર કામ કર્યું છે. સુહાના ખાન, ખુશી કપૂર કે જ્હાન્વી કપૂરની જેમ તે પહેલાંથી જ સોશિયલ મીડિયા પર છવાયેલો નથી.
જોકે, તે હેન્ડસમ તો છે, જે તેના ઇન્સ્ટાગ્રામ પરથી જોઈ શકાય છે. તેણે આ રોલ માટે ઓડીશન આપીને રોલ મેળવ્યો હોવાનો અંદાજ છે. કારણ કે મેકર્સ કોઈ નવો ચહેરો લેવા માગતા હતા. આ ફિલ્મના અન્ય પાત્રો માટે ઓડિશન ચાલુ છે મે ૨૦૨૫થી આ ફિલ્મનું શૂટ શરૂ થઈ જશે.
જોકે, હજુ સુધી ગોવિંદા પણ આ બાબતે મૌન જ રહ્યો છે. તેણે ક્યારેય પોતાના દિકરાની બોલિવૂડમાં કામ કરવાની ઇચ્છા વિશે વાત કરી નથી. આ ફિલ્મમાં સારા ગીતો પણ હશે, કારણ કે મેકર્સની ઇચ્છા એક યાદગાર મ્યુઝિક આલ્બમ આપવાની છે.
બાબિલ ખાન તો સોશિયલ મીડિયા પર છવાયેલો છે, તેને ફિલ્મો માટેનો પ્રેમ પિતા તરફથી વારસામાં મળ્યો છે, તે સ્ટાઇલિશ છે અને તેનું વ્યક્તિત્વ કેટલું હુંફાળું છે તે તો તેના અનેક જાહેર કાર્યક્રમોના વાયરલ વીડિયો પરથી જોઈ શકાય છે. તો હવે બાબિલ અને યશવર્ધનની જોડી મોટા પડદે કેટલી કમાલ કરી શકે છે તે જોવાનું રહ્યું.SS1MS