હોસ્પિટલમાં છે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની નવિકા
મુંબઈ, ટીવીની લોકપ્રિય સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અત્યારે અક્ષરા અને અભિમન્યુના સેપરેશનનો ટ્રેક ચાલી રહ્યો છે. અક્ષરા અને અભિમન્યુ વચ્ચે અત્યારે મતભેદ ચાલી રહ્યો છે, અને સાથે જ શૉમાં નવા પાત્રોની પણ એન્ટ્રી થઈ છે, જે ટ્રેક પણ લોકોને પસંદ આવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે અત્યારે સીરિયલમાં નવિકા કોટિયા અને મૃણાલ જૈનની એન્ટ્રી થઈ છે. મૃણાલ જૈન ડોક્ટર કૃણાલ ખેરાના પાત્રમાં જાેવા મળી રહ્યો છે જ્યારે નવિકા કોટિયા તેમની બહેન માયાના રોલમાં જાેવા મળી રહી છે. આ બન્ને પાત્રોને કારણે સ્ટોરીમાં ટિ્વસ્ટ જાેવા મળ્યો છે.
માયાનું પાત્ર કરનાર અભિનેત્રી નવિકા કોટિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને જણાવ્યું કે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પાછલા ૩ દિવસથી તેની તબિયત સારી નહોતી. તેણે હોસ્પિટલનો ફોટો પણ શેર કર્યો છે. ફોટો પરથી લાગી રહ્યું છે કે તેનો રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે.
આટલુ જ નહીં, તેણે અન્ય એક સ્ટોરી પોસ્ટ કરીને જણાવ્યુ હતું કે તેની ખાસ મિત્ર પલક સિંધવાની મળવા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે પલક સિંધવાનિ તારક મહેતા કા ઉલટા ચશ્મા સીરિયલમાં સોનુના પાત્રમાં જાેવા મળી રહી છે. પલક સિંધવાનિ અને નવિકા ખાસ મિત્રો છે.
આ પહેલા પણ નવિકાએ પલક સાથે એક ડાન્સ વીડિયો શેર કર્યો હતો જેમાં બન્ને લાઈગર ફિલ્મના ગીત આફત પર ડાન્સ કરતા જણાયા હતા. નવિકાએ આ મુશ્કેલ સમયમાં સાથ આપવા બદલ પોતાના મિત્રો અને પરિવારના લોકોનો પણ આભાર માન્યો છે.
નવિકાએ લખ્યુ હતું કે, પાછલા ૩ દિવસ મારા માટે અત્યંત થકવી નાખનારા અને મુશ્કેલ હતા. હું ઈશ્વરની આભારી છું કે મારી આસપાસ આટલા પ્રેમાળ અને મદદ કરનારા મિત્રો છે. તમને ખબર છે કે હું કોની વાત કરી રહી છું તો મારે ટેગ કરવાની જરૂર નથી.
હું મારી મદદ કરનાર પ્રત્યેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. અને મારો અદ્દભુત પરિવાર, જેમને મેં ખૂબ પરેશાન કર્યા પણ તેમણે ધીરજ રાખી. શૉની વાત કરીએ તો, નવિકા ડોક્ટર કૃણાલ ખેરાની બહેન માયાના પાત્રમાં જાેવા મળી રહી છે. તે સિંગર બનવા માંગે છે પરંતુ ગાઈ નથી શકતી. તેની ઈચ્છા પૂરી કરવા માટે તેનો ભાઈ અક્ષરાને બ્લેકમેઈલ કરીને મોરિશિયસ લઈ જાય છે.
તે કાયરવને પણ કિડનેપ કરે છે. અભિમન્યુ આ વાતથી અજાણ છે અને તેને લાગે છે કે અક્ષરા પોતાના ભાઈને બચાવવા માટે તેને છોડીને જતી રહી છે. એક વર્ષના લીપ પછી ફરી એકવાર અક્ષરા અને અભિમન્યુનો આમનોસામનો થાય છે. નવિકા કોટિયાનું યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સાથે ખાસ કનેક્શન છે. તેનો ભાઈ શિવાંશ કોટિયા અક્ષરા અને નૈતિકના દીકરા નક્ષના પાત્રમાં જાેવા મળ્યો હતો. હિના ખાનનો ટ્રેક જ્યારે ચાલી રહ્યો હતો ત્યારે પણ નવિકા એક કેમિયો રોલમાં જાેવા મળી હતી.SS1MS