Western Times News

Gujarati News

ખેડૂતે થાઈલેન્ડથી તડબૂચના બીજ મંગાવી પીળા તડબૂચ ઉગાડ્યા

અમદાવાદ, ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બજારમાં મોટા જથ્થામાં તરબૂચની આવક થતી હોય છે. મોટાભાગના લોકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરબૂચ ખાવું વધુ પસંદ કરતા હોય છે.

ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે, જામનગરમાં લાલ નહીં પરંતુ, પીળા કલરના તરબૂચનું પણ આગમન થયું છે. આ તરબૂચ લાલ તરબૂચ કરતાં બે ગણા મીઠાશ વાળા હોય છે.

પીળું તરબૂચ બહારથી લાલ તરબૂચની જેમ લીલા કલરનું જ હોય છે. પરંતુ અંદરથી પીળા કલરનું તરબૂચ જાેવા મળે છે. જેને ચાખ્યા બાદ લાલ તરબૂચનો સ્વાદ ભૂલી જશો. જામનગરના તરબૂચના જાણીતા વેપારી મુન્નાભાઈને ત્યાં હાલ પીળા કાલરના તરબૂચ મંગાવ્યા છે.

તેઓએ થાઇલેન્ડથી તરબૂચના બી મંગાવ્યા બાદ વાવેતર કરાવ્યું છે. હાલ પ્રાચી પાટણથી તરબૂચ મંગાવી હવે તેઓ આ પીળા તરબૂચનું વેચાણ કરે છે. જામનગરની બજારમાં જબરી માંગ છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં પીળા તરબૂચનું વાવેતર થાય છે તેમજ લાલ તરબૂચ કરતા પીળા તરબૂચ ખૂબ જ મીઠા હોય છે. અને પીળા તરબૂચની કિંમત પણ લાલ તરબૂચ કરતાં ડબલ હોય છે.

હાલ લાલ તરબૂચની કિંમત બજારમાં એક કિલોના ૨૦ થી ૨૫ રૂપિયા ચાલી રહી છે. જ્યારે પીળા તરબૂચની કિંમત એક કિલો ૪૦ થી ૫૦ રૂપિયા ચાલી રહી છે. તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે કોઈ વ્યક્તિ એક વખત પીળું તરબૂચ ચાખે બાદ લાલ તરબૂચ ખાવાનું ભૂલી જતા હોય છે.

હવે આધુનિક ખેતીમાં પીળા કલરના તરબૂચ થવા લાગ્યા છે. જેવી રીતે કેપ્સિકમ મરચામાં અવનવા કલર હોય એવી રીતે હવે પાઈનેપલ કલરના તરબૂચની ખેતી થવા લાગી છે.આ નવા પ્રયોગને આવકાર મળી રહ્યો છે અને એની માંગ ખુબજ મોટી નીકળી છે !SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.