Western Times News

Gujarati News

યસ બેંકે હાલનાં MSME ગ્રાહકો માટે ક્લિક ઓડી (ઓવર ડ્રાફ્ટ) સુવિધા શરૂ કરી

એમએસએમઇ ગ્રાહકો હવે ડિજિટલી રૂ. 10 લાખ સુધીની ઓડી સુવિધાનો લાભ લઈ શકે છે

મુંબઈ, ભારતમાં ખાનગી ક્ષેત્રની ચોથી સૌથી મોટી બેંક યસ બેંકે બેંકનાં હાલનાં માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ (એમએસએમઇ) ગ્રાહકો માટે ક્લિક ઓડી (ઓવર ડ્રાફ્ટ) સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ સુવિધા દ્વારા એમએસએમઇ કોઈ પણ પ્રકારનાં ડોક્યુમેન્ટેશન વિના ડિજિટલી રૂ. 10 લાખ સુધીનો અનસીક્યોર્ડ ઓડીનો લાભ લઈ શકે છે. આ વિશિષ્ટ સુવિધા પસંદગીનાં ગ્રાહકોને તેમનાં ખાતાનાં વ્યવહાર અને ક્રેડિટ હિસ્ટ્રીને આધારે આપવામાં આવશે.

ઓડી સુવિધા સંપૂર્ણપણે ડિજિટલ ઓફર છે, જેમાં બેંકની એમએસએમઇ પોર્ટલ દ્વારા મર્યાદિત રકમ આપવામાં આવશે. ગ્રાહક પોર્ટલ પર લોગિન કરીને સ્ટેપ ફોલો કરવા પડશે. પછી થોડાં ક્લિકમાં ઓડીની રકમ મળી જશે. બેંક યસ એમએસએમઇ પોર્ટલ પર નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 100 કરોડની વહેંચણી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. યસ બેંક 31 માર્ચ, 2019નાં રોજ એમએસએમઇને કુલ રૂ. 42,000 કરોડથી વધારેનું ધિરાણ ધરાવે છે.

આ પહેલ પર યસ બેંકનાં બ્રાન્ચ અને રિટેલ બેંકિંગનાં સીનિયર ગ્રૂપ પ્રેસિડન્ટ અને ગ્રૂપ હેડ રાજન પેન્ટલે કહ્યું હતું કે, “યસ બેંક યસ એમએસએમઇ પોર્ટલ અને યસ જીએસટી જેવી વિવિધ પહેલો દ્વારા એની વૃદ્ધિ ગાથામાં એમએસએમઇને સપોર્ટ કરે છે. ઉપરાંત આ પ્રોડક્ટ લોંચ કરીને બેંકને એમએસએમઇની જરૂરિયાતો સમયસર પૂર્ણ કરવાનાં અને ડોક્યુમેન્ટેશન વિના કાર્યકારી મૂડીનું ધિરાણ કરવાની સરળ સુલભતા પૂરી કરવાની આશા છે, જે તેમને સ્થિર અને સ્પર્ધાત્મક બની રહેવાનાં પ્રયાસમાં સપોર્ટ કરશે.”

આ માટે એપ્લાય કરવા યસ બેંક એમએસએમઈ ગ્રાહકો https://yesmsmeonline.yesbank.in/homepageની મુલાકાત લઈ શકે છે.

યસ બેંક એનાં જવાબદાર બેંકિંગનાં સિદ્ધાતને અનુરૂપ એમએસએમઈ ક્ષેત્રને સપોર્ટ કરવા પ્રતિબદ્ધ છે અને સ્થિર વૃદ્ધિનાં માર્ગે અગ્રેસર કરવા જરૂરી ભાર મૂકે છે. યસ બેંક એમએસએમઇને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે, જેનો પુરાવો એને વિશ્વની અગ્રણી નાણાકીય સંસ્થાઓમાંની એક એશિયામની દ્વારા એશિયામની કન્ટ્રી એવોર્ડ્સ 2018 અને 2019માં પ્રાપ્ત થયેલા ‘બેસ્ટ બેંક ફોર સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ (SMEs) – ઇન્ડિયા’ તેમજ એશિયન બેંકિંગ એન્ડ ફાઇનાન્સ રિટેલ બેંકિંગ એવોર્ડ્ઝ, 2018માં ‘SME બેંક ઓફ ધ યર – ઇન્ડિયા’ જેવા વિવિધ એવોર્ડ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.