Western Times News

Gujarati News

યસ બેંકે વિઝા સાથે ભાગીદારી કરી, ઇ-સીરિઝ ડેબિટ કાર્ડ્સની નવી શ્રેણી રજૂ કરી

મુંબઇ, યસ બેંકે પગારદાર અને યસ ફર્સ્ટ એકાઉન્ટ ધારકો માટે ચૂકવણીની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે પેમેન્ટ પ્રોસેસર તરીકે વિઝા સાથે તેની ભાગીદારીની જાહેરાત કરી છે.

આ યસ બેંકના પોતાના ગ્રાહકોને વધુ વ્યવહારુ, ઝડપી અને કેશલેસ વ્યવહાર માટે પસદંગી ઓફર કરવાના પ્રયાસો સાથે સુસંગત છે. અત્યાર સુધી યસ બેંક ડેબિટ કાર્ડ્સ માસ્ટરકાર્ડ અને રૂપે પ્લેટફોર્મ્સ ઉપર અસ્તિત્વમાં હતાં, પરંતુ નવા લોંચ સાથે ગ્રાહકો વિઝા-બ્રાન્ડેડ ડેબિટ કાર્ડ્સ પણ મેળવી શકે છે.

વધુમાં યસ બેંકે માસ્ટરકાર્ડ અને વિઝા કાર્ડ્સમાં ઇ-સીરિઝ અંતર્ગત વર્ટિકલ ડેબિટ કાર્ડ્સની નવી શ્રેણી રજૂ કરી છે.આજે કાર્ડ્સના અપરાઇટ ઉપયોગને પ્રતિબિંબિત કરવા તેને વર્ટિકલ રાખવામાં આવ્યાં છે, જે ગ્રાહકોના અભિગમને પ્રતિસાદ આપવાં એટલેકે એટીએમ, પીઓએસ ટર્મિનલ્સ, કોન્ટેક્ટલેસ પેમેન્ટ્સ સ્લોટ માટે અથવા વોલેટ-કમ્પાર્ટમેન્ટ્સમાં મૂકવાની સાથે-સાથે ઇ-સીરિઝ ડેબિટ કાર્ડ્સ ઉન્નત સુવિધાઓ સાથે ગ્રાહકોને વધુ અનુકૂળ અને સુસંગત અનુભવ પ્રદાન કરે છે. આ ઉપરાંત નવી ડિઝાઇન, કાર્ડ નંબર અને સીવીવી વિગતો સમજદારી સાથે પાછળની બાજૂએ રાખવામાં આવી છે, જેથી એટીએમ અથવા પીઓએસ ટર્મિનલ્સ ઉપર તેનો ઉપયોગ કરતી વખતે વિગતો કેપ્ચર કરવાનું સરળ ન રહે અને સુરક્ષામાં વધારો થઇ શકે.

ગ્રાહકોની પ્રવૃત્તિઓને વધુ સમૃદ્ધ બનાવવા ઇ-સીરિઝની કલ્પના કરવામાં આવી છે, જે બેંક સાથે કાર્ડ ધારકના સંબંધને વધુ મજબૂત કરવાની સાથે ગ્રાહકોને વિવિધ પસંદગીઓ ઓફર કરે છે, જેથી તેઓ હાયર કાર્ડ વેરિઅન્ટ્સ માટે વિનામૂલ્યે યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે.

ગ્રાહકો પ્રથમવાર ઓનબોર્ડ આવવા સાથે તેમની બેંકિંગ પસંદગી મૂજબ એલિમેન્ટ, એંગેજ અથવા એક્સપ્લોર કાર્ડ્સ મેળવી શકે છે તથા ત્યારબાદ એન્હેન્સ અથવા એલિવેટ ઉપર અપગ્રેડ કરી શકે છે. આખરે શ્રેણીમાં પ્રખ્યાત ઇમર્જ અથવા એક્લેક્ટિક કાર્ડ્સ પ્રાપ્ત કરી શકે છે.

પ્રત્યેક કાર્ડ શ્રેણી સાથે વિવિધ લાભો સંકળાયેલા છે, જેમકે પ્રારંભિક – લઘુત્તમ ખર્ચ માટે રિવોર્ડ પોઇન્ટ્સ અને એરપોર્ટ લોંજ એક્સેસ – એક્સક્લુઝિવ માટે – ગોલ્ફિંગ એક્સેસ અને એક ફોન કોલ અથવા એસએમએસ દ્વારા ઇમર્જન્સી કાર્ડ-બ્લોકિંગ વિકલ્પ. આમાંથી કેટલીક સુવિધાઓ હાલમાં યસ બેંકના બેંકિંગ પ્રોગ્રામ્સ, યસ પ્રેમિઆ અને યસ ફર્સ્ટના સભ્યોને ઓફર કરવામાં આવે છે.

આ અંગે વાત કરતાં યસ બેંકના ચીફ ઓપરેટિંગ ઓફિસર અનિતા પાઇએ કહ્યું હતું કે, “વપરાશકર્તાઓના અનુભવમાં વધારો કરવા માટે વિઝા સાથે જોડાણ કરતાં અમે ખુશ છીએ. આ અપગ્રેડ વિશ્વભરમાં ચૂકવણીનો શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા પેમેન્ટ સોલ્યુશન્સ ઓફર કરવાના બેંકના વિઝનનો ભાગ હોવાની સાથે-સાથે ભારતમાં કેશલેસ પરિવર્તનની દિશામાં પણ એક કદમ છે. ઇ-સીરિઝ સલામત અને અનુકૂળ પેમેન્ટ સર્વિસિસની વ્યાપક એક્સેસ સુનિશ્ચિત કરવાનો યસ બેંકનો વધુ એક પ્રયાસ છે.”

ડિઝાઇન અંગે પ્રતિક્રિયા આપતાં યસ બેંકના ચીફ માર્કેટિંગ ઓફિસર જસનીત બાછલે કહ્યું હતું કે, “નવા કાર્ડ્સ શોભા ઓફર કરે છે, સ્પષ્ટ અને સુંદર રીતે ડિઝાઇન કરાયેલા વર્ટિકલ કાર્ડ્સ અનુકૂળતા વધારે છે –આપણે હકીકતમાં કાર્ડ્સનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તે આ પ્રતિબિંબિંત કરે છે તેમજ ટેક્નોલોજીકલ અને ઉપયોગમાં બદલાવ અંગે પ્રતિભાવશીલ છે. આ સાહજિક ડિઝાઇન અને કાર્યક્ષમતાનું મિશ્રણ છે, જે ગ્રાહક સાથે સંબંધોનું નિર્માણ કરવાનો અને અર્થસભર જોડાણને આગળ વધવા ઉપર કેન્દ્રિત છે.”

ઇ-સીરિઝ કાર્ડ યુઝર્સને બેંક સાથે વધુ જોડાવા પ્રોત્સાહિત કરે છે તથા તેની સાથે યસ બેંકની વિશેષ બેન્કિંગ ઓફરિંગ્સનો હિસ્સો બનવા તેમને હકદાર બનાવે છે અને તે પણ અલગથી અરજી કર્યાં વિના.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.