‘હાં મેં કરી શ્રદ્ધાની હત્યા’, પૉલીગ્રાફી ટેસ્ટમાં આફતાબે કબૂલ્યો પોતાનો ગુનો

નવીદિલ્હી, શ્રદ્ધા મર્ડર કેસમાં આરોપી આફતાબે પૉલીગ્રાફી ટેસ્ટમાં પણ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. આફતાબે પૉલીગ્રાફી ટેસ્ટમાં માન્યું છે કે તેણે જ શ્રદ્ધાની હત્યા કરી. પણ આફતાબને શ્રદ્ધાની હત્યા કરવાનો કોઈ પછતાવો નથી. આફતાબનો પૉલીગ્રાફી ટેસ્ટ કરનારા ફૉરેન્સિક અધિકારીઓના હવાલેથી આ જાણકારી સામે આવી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પૉલીગ્રાફી ટેસ્ટ દરમિયાન આફતાબનો વ્યવહાર બિલ્કુલ સામાન્ય રહ્યો. આફતાબે કહ્યું કે તેણે પહેલા જ પોલીસને બધું જણાવી દીધું છે. હવે એક્સપર્ટ આફતાબના પૉલીગ્રાફી ટેસ્ટનો ફાઈનલ રિપોર્ટ બનાવી રહ્યા છે. રિપોર્ટ તપાસ અધિકારીને સોંપવામાં આવશે. આ રિપોર્ટથી પોલીસને તપાસમાં સહયોગ મળવાની આશા છે.
ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધા મર્ડર કેસમાં ચોંકાવનારા અને મોટા અપડેટ્સ સામે આવ્યા છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીગ્રાફ ટેસ્ટમાં આપેલા નિવેદનથી આફતાબની કટ્ટર માનસિકતા દેખાઈ આવી છે, તેનું કહેવું છે કે તે હિંદુ છોકરીઓને ફસાવવાનું કાવતરું કરી રહ્યો હતો.
તેને ફસાવી રહ્યો હતો અને આ પ્રક્રિયા ચાલુ હતી. આફતાબનું કહેવું છે કે શ્રધ્ધા સિવાય તે અન્ય કેટલીક હિંદુ યુવતીઓના પણ સંપર્કમાં હતો. પોલોગ્રાફી ટેસ્ટમાં ચોંકાવનારી હકિકતો સામે આવી રહી છે.
એક રિપોર્ટ અનુસાર, પોલીગ્રાફ ટેસ્ટમાં પૂછપરછ દરમિયાન આરોપી આફતાબ પૂનાવાલાએ કહ્યું છે કે ‘શ્રદ્ધા વાકરની હત્યાના આરોપમાં તેને ફાંસી આપવામાં આવે તો પણ તેને કોઈ અફસોસ નહીં થાય, કારણ કે તે મોત પછી સ્વર્ગમાં જશે ત્યાં સુખ સાહિબી મળશે. આફતાબે કહ્યું કે’ માત્ર શ્રદ્ધા જ નહીં, તેના જેવી લગભગ ૨૦ હિન્દુ યુવતીઓ સાથે તેના સંબંધો હતા.
આફતાબ ખાસ કરીને ‘બમ્બલ એપ’ પર હિન્દુ યુવતીઓને શોધતો હતો. આ મામલે આરોપી આફતાબે ખુલાસો કર્યો કે તે ‘બમ્બલ એપ’ પર ખાસ કરીને હિન્દુ છોકરીઓને શોધતો હતો અને તેમને પોતાનો શિકાર બનાવતો હતો, શ્રદ્ધાની હત્યા કર્યા પછી તે એક મનોવૈજ્ઞાનિક છોકરીને તેના રૂમમાં લાવ્યો હતો, તે પણ એક હિન્દુ છોકરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું જ કહેવામાં આવી રહ્યું છે.
જ્યાં સુધી આફતાબ રિમાન્ડ પર હતો ત્યાં સુધી તે નિયમિતપણે પોલીસને ગેરમાર્ગે દોરતો હતો અને તેના ચહેરા પર તેના કૃત્ય બદલ કોઈ પસ્તાવો નહોતો. પૂછપરછ પૂરી થયા બાદ તે જેલની અંદર પણ શાંતિથી સૂતો હતો, જ્યારે આ સ્થિતિને જાેતા પોલીસ હવે આફતાબનો નાર્કો ટેસ્ટ કરાવવા માંગે છે, જ્યારે અત્યાર સુધીમાં શ્રદ્ધાના મૃતદેહમાંથી ૧૩ હાડકાં મળી આવ્યા છે.HS1MS