ભારતમાં યુકે સરકારના વિઝા સેન્ટર મારફત અરજી કરી શકો છો
ભારતીય નાગરિકોએ યુકેના ટુરિસ્ટ વિઝા જાેઈતા હોય તો શું કરવું તેની સંપૂર્ણ માહિતી અહીં આપી છે.
નવી દિલ્હી, મોટા ભાગના ભારતીયોએ યુકે જવું હોય તો તેના માટે ટુરિસ્ટ વિઝાની જરૂર પડે છે. માત્ર બ્રિટિશ પાસપોર્ટ ધારકો તથા યુકેના વેલિડ વિઝાધારકોને ટુરિસ્ટ વિઝાની જરૂર રહેતી નથી. ટુરિઝમ અથવા બિઝનેસના હેતુ માટે શોર્ટ ટર્મ વિઝા જાેઈતા હોય તો યુકેના સ્ટાન્ડર્ડ વિઝિટર વિઝાની જરૂર પડે છે જેને યુકે ટુરિસ્ટ વિઝા પણ કહેવામાં આવે છે.
ભારતથી દર વર્ષે હજારો લોકો ટુરિસ્ટ વિઝા પર યુકે જતા હોય છે. ભારતીય નાગરિકોએ યુકેના ટુરિસ્ટ વિઝા જાેઈતા હોય તો શું કરવું તેની સંપૂર્ણ માહિતી અહીં આપી છે.
તેમાં એપ્લિકેશનની પ્રોસેસથી લઈને બાકીની આખી પ્રક્રિયા સમજાવવામાં આવી છે. તમે ભારતમાં યુકે સરકારના વિઝા સેન્ટર મારફત અરજી કરી શકો છો. તેના માટે તમારી પાસે તમામ જરૂરી ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.
વિઝા માટે આવશ્યક ડોક્યુમેન્ટમાં કેટલીક વખત ફેરફાર થતા હોય છે. તેથી યુકે સરકારની સત્તાવાર વેબસાઈટ પર નજર રાખો અને અપડેટેડ રહો. યુકેની કોઈ પણ ટ્રિપનું આયોજન કરતા અગાઉ સત્તાવાર વેબસાઈટ પરથી ટ્રાવેલ એડવાઈસ મેળવો. તમારા વિઝાનો આધાર તમારી નેશનાલિટી તથા તમે કેટલો સમય રોકાણ કરવાના છો તેના પર રહેશે. વિઝા ટાઈપના ગાઈડન્સ માટે પણ તમે યુકે સરકારની વેબસાઈટ જાેઈ શકો છો.
સૌથી પહેલા તમારે એપ્લિકેશન ભરવાની રહેશે, તમારા પાસપોર્ટ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ સોંપવાના રહેશે. તેની સાથે તમારો ટ્રાવેલ પ્લાન, લેટેસ્ટ ફોટો તથા નાણાકીય સ્થિતિના પૂરાવા આપો. તમારા રિટર્ન ટ્રાવેલ અને યુકેમાં ક્યાં રોકાવાના છો તેના કાગળ પણ આપવા પડશે. કેટલાક લોકોને વિઝા એપ્લિકેશન સેન્ટરની મુલાકાત લેવાની જરૂર પડશે જ્યાં તમારે ફોટો અને ફિંગરપ્રિન્ટ આપવા પડશે જેને બાયોમેટ્રિક્સ કહે છે.
વિઝાના પ્રકાર અને કેટલો સમય રોકાવાના છો તેના આધારે વિઝાની ફી પણ અલગ અલગ રહેશે. આ તમામ પ્રોસેસમાં સારો એવો સમય જાય છે તેથી તેના માટે એડવાન્સમાં તૈયારી કરવી જરૂરી છે. એક વખત તમને વિઝા આપવામાં આવે ત્યાર બાદ તમે ટુરિઝમ માટે યુકેની મુલાકાત લઈ શકો છો.
યુકેની મુલાકાત દરમિયાન તમે વિઝાની શરતોનું પાલન કરો તે જરૂરી છે, નહીંતર ઈમિગ્રેશનને લગતી સમસ્યાઓ પેદા થઈ શકે છે. યુકેના ટુરિસ્ટ વિઝા માટે અરજી કરો ત્યારે તેમાં ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે. તેની સાથે તમારે તમામ જરૂરી ડોક્યુમેન્ટ સોંપવાના રહેશે. જરૂર પડે તો તમારે ઈન્ટરવ્યૂ માટે પણ જવું પડશે. તમે ટુરિસ્ટ વિઝા પર યુકે જવા માગતા હોવ તો તમારી ટ્રાવેલની તારીખથી ઓછામાં ઓછા ચાર મહિના અગાઉ ટુરિસ્ટ વિઝાની અરજી કરો તે જરૂરી છે.SS1MS