Western Times News

Gujarati News

તુ ફિલ્મમાં મારી બહેન બની શકે છે રિયલ લાઇફમાં નહીં

મુંબઈ, દિગ્ગજ સુપરસ્ટાર ફિરોઝ ખાન ભલે હવે આપણી વચ્ચે નથી, પરંતુ જ્યારે પણ બોલિવૂડની યાદગાર ફિલ્મોની વાત થાય છે ત્યારે ફિરોઝની ઘણી સુપરહિટ ફિલ્મોનો ઉલ્લેખ ચોક્કસથી થાય છે.

ફિરોઝે લગભગ ૪ દાયકા સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું. તેમની પહેલી ફિલ્મ ૧૯૬૦માં રિલીઝ થયેલી ‘દીદી’ હતી જ્યારે તેમની છેલ્લી ફિલ્મ ૨૦૦૭માં રિલીઝ થયેલી વેલકમ હતી. ફિરોઝ ખાન ‘રિપોર્ટર રાજુ’ (૧૯૬૨), ‘સુહાગન’ (૧૯૬૪), ‘ઉંચે લોગ’ (૧૯૬૫), ‘આરઝૂ’ (૧૯૬૫), ‘ઓરત’ (૧૯૬૭), આદમી ઔર ઇન્સાન’ (૧૯૬૯)માં જોવા મળ્યા હતાં. ‘મેલા’ (૧૯૭૧), ‘ખોટે સિક્કે’ (૧૯૭૪), ‘ધર્માત્મા’ (૧૯૭૫), ‘કુર્બાની’ (૧૯૮૦), ‘સફર’ (૧૯૭૦), ‘અપરાધ’ (૧૯૭૨), ‘કાલા સોના’ (૧૯૭૫) ‘નાગિન’ (૧૯૭૬) અને ‘જામબાઝ’ જેવી હિટ-સુપરહિટ ફિલ્મો માટે જાણીતા છે.

એક અભિનેતા હોવા ઉપરાંત, તેણે નિર્માતા અને દિગ્દર્શક તરીકે દાયકાઓ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું. તમને જણાવી દઈએ કે ફિરોઝ ખાનનું ૨૭ એપ્રિલ ૨૦૦૯ના રોજ કેન્સરના કારણે નિધન થયું હતું. ફિરોઝ ખાન બોલિવૂડમાં પોતાના જિદ્દી સ્વભાવ અને બેબાક અંદાજ માટે ફેમસ હતા. આ સાથે તે ફિલ્મના સેટ પર તેના કો-સ્ટાર્સ સાથે ખૂબ મજાક પણ કરતા હતાં.

તેમના જિદ્દી અને હસી-મજાક વાળા સ્વભાવની તુલના અવાર-નવાર સુપરસ્ટાર રાજકુમારની સાથે કરવામાં આવતી હતી. કહેવાય છે કે આ બંને સુપરસ્ટાર કોઈને પોતાનાથી આગળ માનતા ન હતા.

આ સાથે તે મોઢામાં આવે તે બોલી દેતાં. જો કે બંનેના દિલ ખૂબ જ સાફ હતા અને તેઓએ દરેકને આગળ વધવાની તક આપી અને ઘણું શીખવ્યું. આવી જ એક મજાક ફિરોઝ ખાને પોતાની કો-સ્ટાર આશા સચદેવ સાથે ત્યારે કરી હતી જ્યારે તેની સુપરહિટ ફિલ્મ ‘કશ્મકશ’નું શૂટિંગ ચાલી રહ્યું હતું.

આ ફિલ્મ વર્ષ ૧૯૭૩માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન ફિરોઝ ચિનાઈએ કર્યું હતું. આ ફિલ્મમાં ફિરોઝ ખાન સાથે શત્રુÎન સિંહા, રેખા અને આશા સચદેવ લીડ રોલમાં હતા. આ સાથે, આ પહેલી અને એકમાત્ર બોલિવૂડ ફિલ્મ છે, જેમાં ફિરોઝ ખાન-શત્રુÎન સિંહા સાથે જોવા મળ્યા છે. આ ફિલ્મ પછી બંનેને ક્યારેય એકબીજા સાથે જોવાનો મોકો મળ્યો નથી.

‘કશ્મકશ’ એ જ ફિલ્મ છે જે જેમ્સ હેડલી ચેઝની નવલકથા ‘ટાઈગર બાય ધ ટેલ’ પર આધારિત છે. અનુસાર, મેકર્સે આ ફિલ્મ ૭૦ લાખ રૂપિયાના બજેટમાં બનાવી છે. આ ફિલ્મ ૧૯૭૩માં બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી.

રિપોર્ટમાં ‘સ્ટારડસ્ટ મેગેઝિન’મનો હવાલો આપતા જણાવ્યું કે, જ્યારે ફિલ્મ માટે ફિરોઝ ખાને આશા સચદેવે સંપર્ક કર્યો, ત્યારે તેણે તેમને કહ્યું- દેખો બેબી, તુ ફિલ્મમાં મારી બહેન હોય શકે છે, પંરતુ અસલ જિંદગીમાં નહીં. ફિરોઝના આ મજાકથી તે પહેલા ચોંકી ગઈ પરંતુ બાદમાં તે સમજી ગઈ. ત્યારબાદ બંનેની મુલાકાત થઈ અને ફિલ્મ માટે તેને ફાઈનલ કરવામાં આવ્યું.SS1MS

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.