Western Times News

Gujarati News

પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સાંભળી ચોંકી જશો

(એજન્સી)નવી દિલ્હી, પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર પેટ્રોલ અને ડીઝલની કિંમત ૩૦૦ રૂપિયા પ્રતિ લીટરને વટાવી ગઈ છે. કાર્યકારી સરકારે પેટ્રોલના ભાવમાં ૧૪.૯૧ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે ત્યારબાદ પેટ્રોલની કિંમત ૩૦૫.૩૬ રૂપિયા થઈ ગઈ છે.

જ્યારે ડીઝલની કિંમતમાં ૧૮.૪૪ રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ ડીઝલ ૩૧૧.૮૪ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. નાણા મંત્રાલયે મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ (અગાઉ ટિ્‌વટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ વધારા સાથે પેટ્રોલની કિંમત ૩૦૫.૩૬ રૂપિયા પ્રતિ લિટર અને હાઇ સ્પીડ ડીઝલ (એચએસડી) ૩૧૧.૮૪ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.

કેરોસીન કે લાઈટ ડીઝલ ઓઈલના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કિંમતોમાં વધારો એવા સમયે થયો છે જ્યારે સરકારે ૧૫ ઓગસ્ટે જ તેની કિંમતોમાં ભારે વધારો કર્યો હતો. ત્યારબાદ વચગાળાની સરકારે ઈંધણના ભાવમાં પ્રતિ લીટર ૨૦ રૂપિયા સુધીનો વધારો કર્યો હતો.

અગાઉની સરકાર દ્વારા ૧ ઓગસ્ટના રોજ પેટ્રોલિયમના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં પાકિસ્તાની રૂપિયાની હાલત સતત કથળી રહી છે.

ગુરુવારે ઇન્ટરબેન્ક માર્કેટમાં અમેરિકન ડોલર સામે પાકિસ્તાની રૂપિયો ફરી એકવાર ૧.૦૯ રૂપિયા ઘટ્યો હતો. તે ૩૦૫.૫૪ રૂપિયાની રેકોર્ડ નીચી સપાટીએ બંધ રહ્યો હતો. વચગાળાની સરકાર સત્તામાં આવી ત્યારથી રૂપિયામાં ૪.૬ ટકાનો ઘટાડો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.