પત્ની સાથે જોઈન્ટ હોમ લોન લેવાથી મળશે ડબલ ફાયદો

નવી દિલ્હી, પત્ની સાથે હોમ લોન લેવાથી તમને ઘણા ફાયદા મળે છે. જોઈન્ટ હોમ લોન લેવાથી ઈએમઆઈ પર વ્યાજ દરમાં સારી એવી છૂટ પણ મળે છે.
સાથે જ તમે આવકવેરામાં પણ બચત કરી શકો છો.જોઈન્ટ હોમ લોન લેવાથી તમારું વ્યાજ દર ઘટી જાય છે, જેનાથી ઈએમઆઈ પર પણ અસર પડે છે.
સાથે જ ઉધાર લેનારની લોન લેવાની મર્યાદા પણ વધી જાય છે.મોટાભાગની બેંકો હોમ લોન પર એક જેવી જ લોન આપે છે, પરંતુ જો કોઈ ઉધાર લેનાર જોઈન્ટ હોમ લોન લે છે, તો તેને ઓછા વ્યાજ દરે લોન મળી જાય છે.
આ અંગે મળેલી માહિતી અનુસાર, જોઈન્ટ હોમ લોન લેવાથી ૦.૦૫ ટકા વ્યાજ દરમાં છૂટ મળે છે. આ ઉપરાંત, જો તમે તમારી પત્ની સાથે હોમ લોન લો છો, તો તેમનો પ્રોપર્ટી પર માલિકી હક્ક હોવો જરૂરી છે.જોઈન્ટ હોમ લોન લેવાથી માત્ર લોન પર જ ફાયદો નથી મળતો, પરંતુ તેનાથી આવકવેરામાં પણ છૂટ મળે છે.
જોઈન્ટ હોમ લોન લેનારા બંને કો-એપ્લિકન્ટ અલગ-અલગ ટેક્સ બેનિફિટ માટે અરજી કરી શકે છે. પતિ અને પત્ની બંને ૧.૫ લાખ-૧.૫ લાખ રૂપિયા સુધીનો દાવો કરી શકે છે.આ સાથે જ, કલમ ૨૪ હેઠળ પતિ અને પત્ની બંને ૨-૨ લાખ રૂપિયા સુધીનો દાવો કરી શકે છે. જેનો અર્થ છે કે કુલ મળીને તમને ૭ લાખ રૂપિયા સુધીનો લોનનો ફાયદો મળે છે.
ખરાબ ક્રેડિટ સ્કોરના કારણે ઘણા લોકોને લોન લેવામાં મુશ્કેલી પડે છે. આવી સ્થિતિમાં તમે જોઈન્ટ હોમ લોનનો સહારો લઈ શકો છો. પરંતુ આ સ્થિતિમાં કો-એપ્લિકન્ટનો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ.
આ સાથે જ તેની પાસે આવકનો સ્ત્રોત હોવો ફરજિયાત છે. આ સાથે જ તમને ઘણા કાયદાકીય ફાયદા પણ થાય છે. કારણ કે પત્ની સાથે હોમ લોન લેવાથી પ્રોપર્ટી પર તેમનો પણ અધિકાર હોય છે. આવી સ્થિતિમાં, જો ભવિષ્યમાં કોઈ કાયદાકીય મુશ્કેલી આવે છે, તો બંને સાથે મળીને તેનો સામનો કરી શકે છે.SS1MS