સારાની હમશકલ જોઈ તમને આંખો પર વિશ્વાસ નહીં થાય
મુંબઈ, બોલિવૂડની જાણીતી અભિનેત્રી સારા અલી ખાન ખૂબ જ ઓછા સમયમાં લોકોમાં એક જબરદસ્ત ઓળખ બનાવવામાં સફળ રહી છે. સમગ્ર વિશ્વમાં તેના અદ્ભુત ફેન ફોલોઈંગ છે. લોકો તેની એક્ટિંગના દિવાના છે અને બધા તેની સુંદરતાથી પ્રભાવિત રહે છે.
આજે આપણે સારા વિશે નહીં પરંતુ તેની હમશકલ ઇશિકા જયવાની વિશે વાત કરવાના છીએ. આજકાલ ઈશિકા ચર્ચામાં છે કારણ કે તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ઈશિકાની તસવીરો જોઈને તમે પણ છેતરાઈ જશો અને જ્યારે તમને કહેવામાં આવશે કે આ સારા અલી ખાન નથી પણ ઈશિકા છે તો કદાચ તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. વાસ્તવમાં માત્ર ઈશિકાનો ચહેરો કે તેની સ્ટાઈલ જ નહીં, પરંતુ તે માથાથી પગ સુધી સારા અલી ખાન જેવી લાગે છે.
તેની તસવીરો પહેલી નજરમાં જોઈને કોઈપણ છેતરાઈ જશે. તમને જણાવી દઈએ કે, સારા અલી ખાન પણ ઈશિકા સાથે સારી બોન્ડિંગ શેર કરે છે અને જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તે કેટલાક પ્રોજેક્ટ્સમાં સારાની બોડી ડબલની જેમ જોવા મળે છે.
ઈશિકા સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેની લેટેસ્ટ તસવીરો અહીં શેર કરતી રહે છે, જે તેના ફેન્સને ઘણી પસંદ આવે છે. જો તમે ઈશિકાનું ઈન્સ્ટા એકાઉન્ટ ચેક કરશો તો તમને સારા અલી ખાન સાથે તેની ઘણી તસવીરો જોવા મળશે, જેમાં બંને એક સરખા ડ્રેસ પહેરેલા જોવા મળે છે.SS1MS